સંસ્થા સમાચાર તા. ૧૨-૧૧-૧૬ માટે

Wednesday 09th November 2016 12:28 EST
 

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૧૩-૧૧-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર મીનાબેન સવાણી પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310
• શ્રી ઠાકુર અનુકુલ ચરણદાસ સત્સંગનું શનિવાર તા.૧૯-૧૧-૧૬ સાંજે ૬ વાગે વિલિયમ ટોર્બિટ પ્રાઈમરી સ્કૂલ, ન્યુબરી પાર્ક, ઈલફર્ડ, એસેક્સ IG2 7SS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098775
• શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ, યુકે દ્વારા દિવ્ય સત્સંગ અભ્યુદય સભાનું રવિવાર તા. ૨૦-૧૧-૧૬ સાંજે ૪ વાગે ક્લેરમોન્ટ હાઈસ્કૂલ, ક્લેરમોન્ટ એવન્યુ, હેરો HA3 OUH ખાતે આયોજન કરાયું છે. સંતો દ્વારા શ્રી હરિનો અભિષેક થશે તથા ફુલદોલોત્સવ ઉજવાશે. મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. ભીખાભાઈ પટેલ 07407 220 250
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતે રવિવાર તા.૨૦.૧૧.૧૬ સવારે ૯.૩૦થી ભજન ભોજન કાર્યક્રમનું આયોજન કરાયું છે. બાળકોના ભજન સવારે ૧૧ વાગે અને બહેનોના ભજન બપોરે ૩ વાગે થશે. સંપર્ક. 01772 253 901
• શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્ટેનમોર, ધર્મભક્તિ મનોર, વુડલેન, મીડલસેક્સ HA7 4LF ખાતે રવિવાર તા.૧૩-૧૧-૧૬ સવારે ૧૦ વાગે તુલસીવિવાહનું આયોજન કરાયું છે. મહાપ્રસાદની વયવસ્થા છે. શનિવાર તા.૧૨-૧૧-૧૬ સાંજે ૬.૩૦ વાગે મંદિરમાં મહેંદી અને રાસોત્સવનો કાર્યક્રમ અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક. 020 8954 0205.
• શ્રી સનાતન મંદિર ૮૪, વેમથ સ્ટ્રીટ, (ઓફ કેથરીન સ્ટ્રીટ) લેસ્ટર LE4 6FQ ખાતે શુક્રવાર તા.૧૧-૧૧-૧૬ના રોજ સાંજે ૭.૩૦ વાગે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 01162 661 402.
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સ UB8 2DZ ખાતે શનિવાર તા. ૧૨-૧૧-૧૬ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા અને રવિવાર તા.૧૩-૧૧-૧૬ બપોરે ૩ વાગે ભજન અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક. 07882 253 540
• નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌતમકુમાર વણકર (સંજય સોનારા) અને દક્ષા ગોહિલના કંઠે બોલિવુડના ગીતોના કાર્યક્રમ ‘દિલને ફિર યાદ કીયા’નું શનિવાર તા.૧૯-૧૧-૧૬ રાત્રે ૮ વાગે હરીબેન બચુભાઈ નાગરેચા હોલ, લેયટન રોડ, E15 1DT ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8555 0318
• જય એન્ટરટેઈનમેન્ટ દ્વારા બોલિવુડ ગીતોના લાઈવ કોન્સર્ટ ‘એક શામ અલતાફ રાજા કે નામ’નું શુક્રવાર તા.૧૮-૧૧-૧૬ સાંજે ૮ વાગે મહેર સેન્ટર, રેવન્સબ્રીજ ડ્રાઈવ, લેસ્ટર LE4 0BZ સંપર્ક. 01162 669 409 તથા રવિવાર તા.૨૦-૧૧-૧૬ સાંજે ૭ વાગે ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8907 0116.
• આણંદ ઓવરસીઝ બ્રધરહૂડ, યુકે દ્વારા દિવાળી અને ભાઈબીજની ઉજવણીનું શનિવાર તા.૧૨-૧૧-૧૬ સાંજે ૭ વાગે સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 9PE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07951 600 722
શુભ વિવાહ
ભાદરણના વતની અને બુશી - લંડન ખાતે રહેતા શ્રીમતી હંસાબેન અને શ્રી ચંદ્રકાન્ત બી. પટેલ (સીબી)ના સુપુત્ર ચિ. જયના શુભલગ્ન શ્રીમતી પ્રેમિલાબેન કારા અને શ્રી વિજયભાઇ કારાના સુપુત્રી ચિ. ટીના સાથે તા. ૧૮મી ડિસેમ્બર ૨૦૧૬ રવિવારના રોજ નિરધાર્યા છે. નવદંપત્તીને ‘ગુજરાત સમાચાર’ પરિવાર તરફથી શુભકામનાઓ.


comments powered by Disqus