કોમેડિયન કપિલ શર્માના શોના સ્ક્રીપ્ટ રાઈટર રામ અભિષેક સિંહની પાંચમી ઓગસ્ટે મુંબઈમાંથી ધરપકડ કરાઈ છે. મૂળ ઉત્તર પ્રદેશના સિંહ પર આઝમગઢમાં બે વ્યક્તિની હત્યાનો આરોપ છે. તે ઘટના બાદ સાત વર્ષથી ફરાર હતો અને મુંબઈમાં નામ બદલીને રહેતો હતો. ઉત્તર પ્રદેશમાં તેના પર રૂ. ૩૦ હજારનું ઈનામ હતું. રામ અભિષેક કપિલ શર્માના શોની સ્ક્રીપ્ટ લખે છે. અભિષેકે દિલ્હીમાંથી માસ કમ્યુનિકેશન કર્યા પછી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો હતો. તેની પત્ની બેંકોકની એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરે છે.

