• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૪-૮-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન, સાધુ વાસવાણી સેન્ટર, ક્રીકલવુડ લેન, લંડન NW2 1HP ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર, ભગવાનદાસ અને વીણાબેન મીરચંદાણી છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310.
• BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ચાતુર્માસ પારાયણ- ઓગસ્ટ માસના કાર્યક્રમો – વક્તાઓ • પૂ.દિવ્યસ્વરૂપ સ્વામી - વોટફર્ડ- સાચા સુખનું સરનામું - મંગળવાર તા.૧૬ – તા.૧૭ બુધવાર રાત્રે ૮ થી ૯.૪૫ વોટફર્ડ ગ્રામર સ્કૂલ ફોર ગર્લ્સ, લેડીઝ ક્લોઝ, વોટફર્ડ WD18 0AE – ક્રોલી - ગુરુ તા.૧૮ – રવિ તા.૨૧ સાંજે ૭.૧૫ થી રાત્રે ૧૦ હેઝલવીક સ્કૂલ, હેઝલવીક મિલ લેન, વેસ્ટ સસેક્સ RH10 1SX - • પૂ.આદર્શજીવન સ્વામી- – શ્રીમદ ભાગવત ગીતા - વેસ્ટ લંડન - સોમ તા.૧૫- શુક્ર તા.૧૯ રાત્રે ૮થી ૧૦ હંસલો સિવિક સેન્ટર, લેમ્પટન પાર્ક કોન્ફરન્સ સેન્ટર, હંસલો TW3 4DN • પૂ.યોગીપ્રેમ સ્વામી - સંગીતમય ભાગવત – ઈસ્ટ લંડન - સોમ ૧૫- શુક્ર ૧૯ રાત્રે ૮થી ૧૦ હરીબેન બચુભાઈ નાગ્રેચા હોલ, લેટન રોડ, લંડન E15 1DT.
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JNખાતેના કાર્યક્રમો • ધ્વજવંદન સોમવાર તા.૧૫-૮-૧૬ સાંજે ૬.૩૦ વાગે • સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સાંસ્કૃતિક વેરાયટી શો શનિવાર તા.૨૦-૮-૧૬ સાંજે ૭ વાગે સંપર્ક. 01772 253 901
• શ્રી ઠાકુર અનુકુલ ચરણદાસ સત્સંગનું શનિવાર તા.૨૦-૮-૧૬ સાંજે ૬થી વિલિયમ ટોર્બિટ પ્રાઈમરી સ્કૂલ, ન્યુબરી પાર્ક, ઈલફર્ડ, એસેક્સ IG2 7SS
ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07810 377 974.
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP , રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતેના કાર્યક્રમો • ભારતના સ્વાતંત્ર્યદિન નિમિત્તે સોમવાર તા.૧૫-૮-૧૬ બપોરે ૧ વાગે ધ્વજવંદન • રક્ષાબંધન પૂજા ગુરુવાર તા.૧૮-૮-૧૬ સંપર્ક. 020 8902 8885.
• શ્રી રસિકવલ્લભ મહારાજ અને શ્રી ગીતુબાવાના સાનિધ્યમાં પવિત્રા બારસની ઉજવણી સોમવાર તા.૧૫-૮-૧૬ સાંજે ૪થી ૬ દરમ્યાન સેન્ટ બર્નાડેટ્સ સ્કૂલ, ક્લીફટન રોડ, હેરો HA3 9NS ખાતે કરવામાં આવશે. સંપર્ક. મનોરમાબેન 020 8950 1172.
• જૈન નેટવર્ક અને નેશનલ કાઉન્સિલ ઓફ વણિક એસોસિએશન દ્વારા પર્યુષણ પર્વને અનુલક્ષીને પ્રતિક્રમણ વિધિ તેમજ ક્રિયા વિષયક સમજ માટે મનહરભાઈ મહેતાના પ્રેઝન્ટેશનનું રવિવાર તા.૧૪-૮-૧૬ બપોરે ૧.૩૦ વાગે તથા ગુરુવાર તા.૧૮-૮-૧૬ સાંજે ૭.૪૫ વાગે જૈન સેન્ટર, કોલિન્ડેલ એવન્યુ, કોલિન્ડેલ NW9 5DR ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07775 523 233.
• શ્રી એડન દેપાળા મિત્ર મંડળના કમિટિ સભ્યોની તાજેતરમાં વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખપદે જવાહરભાઈ દેપાળા, ઉપપ્રમુખપદે પ્રાણલાલ પી. દેપાળા તથા કનૈયાલાલ દેપાળા - સેક્રેટરી, નલીન કે દેપાળા - ખજાનચી, તથા હિંમતલાલ જગાણી, ડો.બાબાલાલ ટી. દેપાળા અને પ્રફુલ જે. દેપાળાને ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા.
• હ્યુમન સર્વિસ ટ્રસ્ટ, યુકે દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણીનું રવિવાર તા.૧૪-૮-૧૬ બપોરે ૨થી સાંજે ૫.૩૦ દરમ્યાન શ્રી એડન દેપાળા સેન્ટર ૬૭ A, ચર્ચ લેન, લંડન N2 8DR ખાતે આયોજન કરાયું છે. કુસુમબેન સોલંકી એન્ડ ગ્રૂપ દ્વારા ભક્તિગીતો તથા રાસ ગરબા રજૂ થશે. પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૧૮. સંપર્ક હિંમતભાઈ 020 8346 6686.
• ઓશવાલ એલ્ડરલી વેલ્ફેર એસોસિએશન CIO દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું સોમવાર તા.૧૫-૮-૧૬ સવારે ૧૦થી બપોરે ૩.૩૦ દરમ્યાન કડવા પાટીદાર સેન્ટર, કેન્ટન, મીડલસેક્સ HA3 8LU ખાતે આયોજન કરાયું છે. સંપર્ક.વાસંતીબેન શાહ 020 8424 9974
• પૂ.કુંજેશકુમારના સાનિધ્યમાં ઉત્સવ અને વચનામૃતનું શનિવાર તા.૨૦-૮-૧૬ અને રવિવાર તા.૨૧-૮-૧૬ બપોરે ૧૨.૩૦થી ૩.૩૦ દરમ્યાન રાધાકૃષ્ણ ટેમ્પલ, ૩૩, બાલમ હાઈરોડ, લંડન SW12 9AL ખાતે આયોજન કરાયું છે. આરતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8675 3831
