બિજિંગઃ આ છે ઝેંગ શિજિયાંગ. ઉંમર ૧૦૯ વર્ષ. ૨૮ સભ્યોના પરિવારમાં રહેવા છતાં પોતાનું કામ જાતે જ કરે છે. પરિવારના અન્ય સભ્યોને કામકાજમાં મદદ પણ કરે છે. જુલાઇ, ૧૯૦૮માં જન્મેલાં જેંગને નવરા બેસવું નથી ગમતું. તેઓ કહે છે, કામ કરતા રહેવાથી તંદુરસ્તી રહે છે. ઘરના લોકો મને કામ કરવાની ના પાડે છે ત્યારે તેમને કહું છું કે, તમે મારા વધુ બર્થડે મનાવવા નથી ઇચ્છતા? હું કામ નહીં કરું તો બીમાર પડી જઇશ. જેંગને ટીવી પર કુંગ ફૂ અને એક્શન ફિલ્મો જોવી ગમે છે.

