બોલિવૂડની સાથે સાથે હોલિવૂડમાં પણ ધૂમ મચાવી ચૂકેલી હિરોઈન મલ્લિકા શેરાવતે રિયલ એસ્ટેટ બિઝનેસમેન બોયફ્રેન્ડ સાઇરીલ ઓઝજેનફેન્સ સાથે સાદાઈથી પેરિસમાં પ્રભુતામાં પગલાં પાડ્યા છે.
લગ્નનું આયોજન ગુપ્ત હતું. મલ્લિકાના પિતા મુકેશ લાંબાએ લગ્ન વિશે કહ્યું છે કે, મારો પુત્ર વિક્રમ અને પત્ની સુભદ્રા મલ્લિકાના લગ્નની વિધિઓ પૂરી કરીને ભારત આવશે એ પછીથી ઇન્ડિયામાં મલ્લિકા અને સાઇરીલનું રિસેપ્શન ગોઠવીશું.

