સર્જિકલ સ્ટ્રાઇક પછી બોલિવૂડમાં પાકિસ્તાન કલાકારો માટે સ્ટારવોર ચાલે છે ત્યારે અજય દેવગણે સ્પષ્ટ કરી દીધું છે કે, હું હાલમાં પાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરું. દેવગણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે જો સરહદ પર આપણા જવાનો શહીદ થતાં હોય તો હું પાકિસ્તાની કલાકાર સાથે કામ કરી શકતો નથી. હું આ મામલે એકદમ સ્પષ્ટ છું. કેમ કે આપણે બધા ભારતીય છીએ. પાકિસ્તાન કલાકારો તેમના દેશ સાથે છે. ભારતમાં કમાય છે, પરંતુ સાથ તેમના દેશનો જ આપે છે.
કોઈ થપ્પડ મારે તો?
અજયે કહ્યું કે, આપણે શાંતિ ઇચ્છીએ છીએ, પરંતુ તાળી એક હાથે વાગતી નથી. કેટલાક લોકો કહે છે કે વાતચીતથી ઉકેલ આવી શકે છે, પરંતુ જ્યારે સામેવાળો તમારા પર હુમલો કરે તો તમે શું જવાબ આપશો? વાતચીત કરતા રહેશો? જો તમને કોઈ થપ્પડ મારે તો શું તમે વાતચીત કરશો કે તાત્કાલિક રિએક્ટ કરશો?’

