સામગ્રીઃ ૨ કપ મકાઈનો લોટ • ૧/૪ કપ ઘઉંનો લોટ • ૧ ટી-સ્પૂન લાલ મરચું • ૧/૪ ટી-સ્પૂન હળદર • ૩થી ૪ ટેબલ સ્પૂન ગોળ • ચોખાનો લોટ (અટામણ) • ઘી પ્રમાણસર • મીઠું પ્રમાણસર
રીતઃ મકાઈના લોટમાં ઘઉંનો લોટ, મીઠું, મરચું અને હળદર નાંખો. ગોળમાં પાણી નાંખીને ઓગાળો અને તે પાણીથી કણક બાંધો. સહેજ અટામણ લઈને હાથથી ઘડતાં ફાવે તો રોટલો કરવો. નહીંતર આડણી ઉપર હાથથી થેપવો. તવો ગરમ કરી તેના ઉપર રોટલો નાંખવો. ઉપર સહેજે પાણીનો હાથ ફેરવવો. રોટલો એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ ફેરવવો અને ફરીથી સહેજ પાણીનો હાથ લગાડવો. બીજી બાજુ રોટલો સહેજ કડક કરવો. ગેસ ઉપર રોટલો ફૂલાવવો. ઘી લગાડીને પીરસો.
વેરિએશનઃ • બાજરીના રોટલાઃ બાજરીના લોટમાં ફક્ત મીઠું નાંખી, મકાઈના રોટલાની જેમ રોટલા બનાવવા. • લસણના રોટલાઃ બાજરીના લોટમાં મીઠું, ચપટી હળદર, વાટેલાં આદું-મરચાં, ઝીણું સમારેલું લીલું લસણ, હિંગ અને અજમો નાંખી કણ બાંધવી. મકાઈના રોટલાની જેમ રોટલા બનાવો.

