• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા. ૧૬-૧૦-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમ્યાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310
• નડિયાદ નાગરિક મંડળની ૪૩મી વાર્ષિક સાધારણ સભા રવિવાર તા.૨૩-૧૦-૧૬ બપોરે ૩ વાગે ચાખીલ પ્રાઈમરી સ્કૂલ, બાર્નહિલ રોડ, વેમ્બલી મીડલસેક્સ HA9 9YP ખાતે યોજાશે. સભા બાદ ડિનરની વ્યવસ્થા છે. સંપર્ક. અજીત દેસાઈ 07535 800 803.
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે રવિવાર તા.૧૬-૧૦-૧૬ બપોરે ૩ વાગે ભજન અને બાદમાં મહાપ્રસાદ તથા તા.૧૮ અને તા.૧૯ કડવા ચોથની પૂજાનું આયોજન કરાયું છે. સંપર્ક. 07882 253 540
• નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બોલિવુડના ગીતોના કાર્યક્રમ ‘યે શામ મસ્તાની’નું શનિવાર તા.૨૨-૧૦-૧૬ સાંજે ૬.૩૦ વાગે હરીબેન બચુભાઈ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨, લેયટન રોડ, E15 1DT ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8555 0318
• શ્રી સનાતન સેવા સમાજ હિંદુ મંદિર, લુટન દ્વારા શનિવાર તા.૧૫-૧૦-૧૬ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ દરમિયાન રાસ-ગરબાનું હિયરફર્ડ રોડ, લ્યુસી ફાર્મ, લુટન LU4 0PS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01582 663 414.
• સત્તાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા પૂ. પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું ગુરુવાર તા.૨૦-૧૦-૧૬ના રોજ સાંજે ૭.૩૦થી રાત્રે ૯ દરમિયાન સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક, મીડલસેક્સ HA9 9PE ખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમ બાદ ભોજનની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8904 9191
• ભવન સેન્ટર – ભારતીય વિદ્યા ભવન, 4 a, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEદ્વારા ગોપીકૃષ્ણ હેગડેના હિંદુસ્તાની ગાયકીના કાર્યક્રમનું શનિવાર તા.૧૫-૧૦-૧૬ સાંજે ૬ વાગે આયોજન કરાયું છે. સંપર્ક. 020 7381 3086
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતેના કાર્યક્રમો • રવિવાર તા.૧૬-૧૦-૧૬ સવારે ૯.૩૦થી સાંજે ૪ ભજન અને ભોજન • શનિવાર તા.૨૨-૧૦-૧૬ બાળકોની દિવાળી પાર્ટી બપોરે ૩થી સાંજે ૭ • રવિવાર તા.૨૩-૧૦-૧૬ બપોરે ૩ રંગોળી સ્પર્ધા અને આરતી થાળી સુશોભન હરિફાઈ. સંપર્ક. 01772 253 901
• શ્રી નાથજીની હવેલી -
શ્રી પુષ્ટિમાર્ગીય હવેલી WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW દ્વારા પૂ.ગોસ્વામી કૃષ્ણકુમારજી (અમદાવાદ-કડી)ના મુખે પુષ્ટિમાર્ગ પર વચનામૃતનું રવિવાર તા.૨૩-૧૦-૧૬ બપોરે ૧૨.૩૦થી ૨ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. સી જે રાભેરુ 07958
275 222.
સુધારો
'ગુજરાત સમાચાર’ના તા. ૮-૧૦-૨૦૧૬ના અંકમાં પાન નં. ૨૮ ઉપર પ્રસિધ્ધ થયેલા સમાચારમાં શરતચૂકથી શ્રી જયંતિલાલ ચાચા મુંબઇમાં પોતાના પુત્ર શૈલેષભાઇ તેમજ પુત્રવધૂ શર્મીલાબેન સાથે રહે છે તેમ લખવાનું ચૂકી જવાયું હતું.
