ન્યૂ જર્સીઃ શહેરની રટગર્સ યુનિવર્સિટીના ગુજરાતી સ્ટુડન્ટ શનિ પટેલનું અજ્ઞાત હુમલાખોરોએ કરેલા ગોળીબારમાં મોત નીપજ્યું છે. શનિ પટેલ યુનિવર્સિટી કેમ્પસ નજીક જ્યાં રહેતો હતો તે એપાર્ટમેન્ટમાં રવિવારે બનેલા આ બનાવમાં તેનો રૂમમેટ પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ૨૧ વર્ષીય શનિ રટગર્સ યુનિવર્સિટીમાં જુનિયર ઇકોનોમિક્સનો સ્ટુડન્ટ હતો અને નેવાર્કના એક એપાર્ટમેન્ટમાં રહેતો હતો.
આ ઘટનામાં હજુ સુધી શકમંદો ઓળખાયા નથી કે કોઇની ધરપકડ થઇ નથી. પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, શનિ જ્યાં રહેતો હતો તે એપાર્ટમેન્ટમાં અંદાજે ૨૦થી ૨૫ વર્ષના બે હુમલાખોરો ત્રાટક્યા હતા અને હુમલા બાદ નાસી છૂટ્યા હતા.

