એક તરફ અતુલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આમિરનું નામ કપાયું છે. તો બીજી તરફ ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભ બચ્ચન મોદી સરકારના પ્રવાસન અભિયાન-વિજ્ઞાપનના પ્રથમ ચહેરા તરીકે પસંદગી પામ્યા છે.
એ અભિયાન માટે અમિતાભ બચ્ચન મંત્રાલયની પ્રથમ પસંદગી છે. એમ પ્રવાસન મંત્રાલયના એક સૂત્રે કહ્યું હતું. ઉપરાંત અક્ષય કુમાર, દીપિકા પદુકોણે અને પ્રિયંકા ચોપરાના નામ પણ વિચારણા હેઠળ હોવાનું સૂત્રે ઉમેર્યું હતું. દરમિયાન આમિર ખાને કહ્યું હતું કે અભિયાન-વિજ્ઞાપનમાં હું હોઉં કે ન હોઉં ભારત તો અતુલ્ય છે જ. સરકારનો એ અધિકાર છે કે કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાખે.

