બેઈજિંગઃ ચીનની સરકારે સોનામાંથી બનેલાં ૧૨૦ ફૂટના માઓ ત્સે તુંગના સ્ટેચ્યૂને અચાનક તોડી પાડયું છે. આ પ્રતિમાને બનાવવામાં લગભગ રૂ. ૩૩ કરોડ એટલે કે પાંચ મિલિયન ડોલરનોે ખર્ચ કરવામાં આવ્યો હતો. એક માન્યતા મુજબ આ રકમ મંજૂર થયેલાં બજેટ કરતાં ખૂબ વધારે હતી. અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે, રજિસ્ટ્રેશન અને જરૂરી મંજૂરીઓ નહિ મળી હોવાના કારણે માઓના સ્ટેચ્યૂનેે તોડી પાડવામાં આવ્યંુ છે. એક જાણકારી મુજબ આ સ્ટેચ્યૂ માટે ખેડૂતો અને ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, માઓને મોડર્ન ચીનના સ્થાપક માનવામાં આવે છે. ૧૯૪૯માં થયેલી ચીનની ક્રાંતિ બાદ માઓએ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાની સ્થાપના કરી હતી.
