અભિનેત્રી પ્રિયંકા ચોપરા માટે નવા વર્ષની શરૂઆત ખૂબ સારી રીતે થઈ છે. તેને નવી ટીવી સિરીઝ ક્વોન્ટિકો માટે પીપલ્સ ચોઈસ એવોર્ડ ૨૦૧૬માં સૌથી મનપસંદ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ તેને અમેરિકન ટીવી થ્રિલર સિરિઝ ક્વોન્ટિકોમાં એફબીઆઈ એજન્ટ એલેક્સની ભૂમિકા નિભાવવા બદલ મળ્યો છે. ૩૩ વર્ષીય પ્રિયંકાની હરીફાઈ એમા રોબર્ટ્સ, જેમઈ લી કાર્ટિસ, લિયા મિશેલ અને મારિસા ગે હાર્ડેન જેવી વિખ્યાત અભિનેત્રીઓ સાથે હતી.

