સિરિયલ ‘યે હૈ મહોબ્બતેં’ની લીડ એક્ટ્રેસ દિવ્યંકા ત્રિપાઠી અને તેનો ફિયાન્સ વિવેક દહિયા આઠમી જુલાઈએ લગ્નના બંધને બંધાયા હતા. અતિવર્ષા વચ્ચે દિવ્યંકાનો લગ્નનો કાર્યક્રમ તેના હોમટાઉન ભોપાલમાં હતો. દિવ્યંકાના લગ્નનો વરઘોડો રાત્રે ૧૧ વાગ્યે ફન સિટી પહોંચ્યો હતો. વરસાદના કારણે કાર્યક્રમ હોલમાં રખાયો હતો. લગ્ન પહેલાં પીઠી, મહેંદી અને સંગીતના કાર્યક્રમો હતાં. લગ્નમાં દિવ્યંકાના પરિવારજનો, સગાં-સંબંધીઓ અને મિત્રો પહોંચ્યાં હતાં. દિવ્યંકાના લગ્નમાં ‘યે હૈ મહોબ્બતેં’ની સ્ટારકાસ્ટ પણ હાજર હતી. દિવ્યંકા અને વિવેકનું રિસેપ્શન ૯મી જુલાઈના રોજ ચંદીગઢમાં રાખવામાં આવ્યું હતું.

