કેટરિના કૈફે પાંચ મહિના પહેલાં ફેસબુક જોઈન્ટ કર્યું હતું. હવે તે રોજની પ્રવૃત્તિઓ ફેસબુક મારફતે પ્રશંસકો સાથે શેર કરે છે. તાજેતરમાં તેણે એક અંડરવોટર શૂટની તસવીર એફબી પર પોસ્ટ કરી છે. ગયા મહિને તે જાણીતા ડિઝાઇનર મનિષ મલ્હોત્રા સાથે એક મેગેઝિનના ફોટોશૂટ માટે માલદિવ્ઝ આઈલેન્ડ ગઈ હતી. તે સમયની આ તસવીર છે.

