ફિલ્મ અભિનેત્રી હેમા માલિની ૧૦મી ડિસેમ્બરે કુરુક્ષેત્રમાં કલ્ચરલ નાઇટમાં ‘દ્રૌપદી’ નૃત્યનાટિકા રજૂ કરવા પહોંચી ત્યારે તેને જોવા માટે લોકોની એટલી ભીડ ઉમટી પડી હતી કે ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. મહાભારતના પ્રસંગોની સાથે ભગવાન કૃષ્ણની લીલાઓ પણ આ કાર્યક્રમમાં હેમા માલિનીએ રજૂ કરી હતી.

