ભલે રજનીકાંતે જયલલિતાના નિધનને પગલે આ વર્ષે પોતાનો જન્મદિવસ નહીં મનાવવાની જાહેરાત કરી, પણ તેના ચાહકોએ પોતાના આ મનગમતા સુપરસ્ટારના જન્મદિવસે એટલે કે ૧૨મી ડિસેમ્બરે પ્રાર્થના કરવામાં કોઈ ઓછપ રાખી નથી. રજનીના જન્મદિને તેના પર શુભકામનાઓનો વરસાદ પણ થતો જ રહ્યો હતો. રજનીકાંતને તેના જન્મદિવસે અમિતાભ બચ્ચને શુભકામના પાઠવી હતી અને ટ્વિટર તેમજ ફેસબુક પર તેણે રજનીકાંત સાથેનો ફોટો પણ શેર કર્યો હતો. અમિતાભે લખ્યું હતું કે, દેશના સૌથી સારા કલાકારોમાં સામેલ રજનીકાંતને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રજનીકાંતને શુભેચ્છા પાઠવી હતી.
મોદીએ લખ્યું હતું કે જન્મદિવસની શુભકામનાઓ. તમને સારું આરોગ્ય અને લાંબુ જીવન મળે. ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે લખ્યું હતું કે, આજે કાલે અને હંમેશા માટે સુપરસ્ટાર એવા રજનીકાંતને હેપ્પી બર્થ ડે.

