• શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ (ટેમ્પલ) મંદિર, વેસ્ટફિલ્ડ લેન, કેન્ટન હેરો, મીડલસેક્સ HA3 9EA ખાતે સોમવાર તા. ૨૬-૧૨-૧૬ થી રવિવાર તા.૧-૧-૧૭ દરમિયાન ૨૦મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 020 8909 9899
• ઈન્સ્પાયરીંગ ઈન્ડિયન વિમેન દ્વારા શુક્રવાર તા.૧૬-૧૨-૧૬ સાંજે ૬.૩૦ વાગે ઈન્સ્પાયરીંગ ઈન્ડિયન વિમેન દ્વારા ‘સે નો ટુ બોડી શેમીંગ’ વિષય પર પ્રેઝન્ટેશન અને પેનલ ડિસ્કશનનું નેહરુ સેન્ટર યુકે, ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 7491 3567
• શ્રી સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૧૭-૧૨-૧૬ સાંજે ૭.૩૦ વાગે ૧૧ હનુમાન ચાલીસા • રવિવાર તા.૧૮-૧૨-૧૬ શ્રી જલારામ પ્રસાદી, ભજન સવારે ૧૦.૩૦ અને ભોજન બપોરે ૧ વાગે સંપર્ક. 01162 661 402
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૮-૧૨-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758
