કોમેડી કિંગ કપિલ શર્મા અનુસાર તેની ઓફિસ બનાવવા માટે આવશ્યક પરવાનગી આપવા પહેલાં મુંબઈ મહાનગરપાલિકાના એક અધિકારીએ રૂ. પાંચ લાખની લાંચ માગી હતી. આ ઘટનાની ફરિયાદ કપિલે સીધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટ કરીને કરી હતી. કપિલે ટ્વિટ કરીને મોદીને પૂછયું હતું કે, શું આ જ છે અચ્છે દિન?
શર્માએ મહાપાલિકાના અધિકારી પર લાંચનો આરોપ મૂકતાં રાજકીય વિવાદ સર્જાયો છે. બીએમસી કહે છે કે, કપિલની ઓફિસનું બાંધકામ જ ગેરકાયદેસર છે.

