બોલિવૂડ અભિનેત્રી રેખાના જીવન પર આધારિત પુસ્તક ‘રેખા: અનટોલ્ડ સ્ટોરી’ ઘણી ચર્ચામાં છે. યસીર ઉસ્માનના આ પુસ્તકમાં રેખા અને પ્રકાશ મહેરાના લગ્ન અને રાકેશ મહેરાની માએ રેખાને જૂતાથી મારી હોવાનો ઉલ્લેખ છે.
આ પુસ્તકના અન્ય એક અંશમાં રેખાએ મુકેશ અગ્રવાલ નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતાં અને તેના રહસ્યમય આપઘાતને કારણે રેખા પર મુકાયેલા આરોપો અને તેની આપવીતી પણ છે તે સાથે જયા બચ્ચનને કારણે અમિતાભ બચ્ચને રેખા સાથે કામ નહીં કરવાનો નિર્ણય લીધો હતો તે પ્રસંગ પણ પુસ્તકમાં છે. ‘મુકદર કા સિકંદર’ ફિલ્મના ટ્રાયલ શોમાં બચ્ચન પરિવાર ફિલ્મ જોવા આવ્યો હતો અને પ્રોજેક્ટ રૂમમાંથી રેખા બધાને જોતી હતી. ફિલ્મમાં રેખા અને બચ્ચન વચ્ચેના અંતરંગ દૃશ્યો દરમિયાન જયા માથું નીચે રડી રહ્યાં હોય તેમ લાગતું હતું. આ ઘટના પછી અમિતાભે એક નિર્માતાને કહ્યું કે હું રેખા સાથે કામ નહીં કરી શકું. રેખાએ પણ આનો જવાબ માગતા અમિતાભ ચૂપ જ રહ્યા હતા.

