૨૦૧૨માં અભિનેતા રિશિ કપૂર કરણ મલ્હોત્રાની ફિલ્મ ‘અગ્નિપથ’માં રૌફ લાલાની નકારાત્મક ભૂમિકામાં હતા. હવે તે ફરીથી વિલનની ભૂમિકા ભજવવાની ઇચ્છા ધરાવે છે. જોકે અભિનેતાએ સાથેસાથે દમદાર પાત્ર હોવાની વાત પર ભાર મૂક્યો છે. તેણે કહ્યું હતું કે પાત્રનું નરેશન સાંભળતા જ ભજવવાનું મન થાય તેવો મજબૂત રોલ હોવો જોઇએ.
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર સક્રિય રહેનારા રિશિ કપૂરના એક પ્રશંસકે વિલનની ભૂમિકામાં જોવાની ઇચ્છા કરી હતી ત્યારે અભિનેતાએ જણાવ્યું હતું કે, મને મજબૂત રોલ મળશે તો હું ચોક્કસ જ કરીશ. એક એકટર એક શાનદાર પાત્રને ક્યારેય છોડી ના દે. તેવું જણાવતાં રિશિએ ટ્વિટ કર્યું હતું કે, સારી પઠકથાનું મજબૂત પાત્ર ભજવવા દરેક એકટર હંમેશાં તૈયાર જ હોય છે.

