બોલિવૂડ અને ક્રિકેટના સંબંધ નવા નથી. ભૂતકાળમાં શર્મિલા ટાગોર-મનસૂર અલી ખાન પટૌડીથી લઇને હરભજન સિંહ અને ગીતા બસરાએ સાત ફેરા લીધા હતા. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો પ્રેમસંબંધ હંમેશાં ચર્ચામાં રહે છે. હવે આ ટ્રેન્ડને આગળ વધારતાં યુવરાજ અને હેઝલ કિચ પણ લગ્ન કરવાની તૈયારીમાં છે.
અભિનેત્રી હેઝલ અને ક્રિકેટર યુવરાજ ડિસેમ્બરમાં લગ્ન કરશે. ક્રિકેટરની માતાએ એક અંગ્રેજી અખબાર સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં લગ્નબંધને જોડાઈ જશે.
લગ્ન પંજાબી વિધિથી થશે. તેમજ રિસેપ્શનનું આયોજન પણ છે. મુંબઇમાં આ લગ્નની ઊજવણી નહીંવત થાય તેવી શક્યતા છે. હેઝલની માતા ઉત્તર પ્રદેશની છે તેથી ત્યાંની પરંપરાને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે યુવરાજ કેન્સર જેવી ગંભીર બીમારીનો સામનો કરી ફરી સામાન્ય જીવન જીવી રહ્યો છે.

