કરિશ્મા કપૂર અને સંજય કપૂર હવે સત્તાવાર રીતે અલગ થઈ ગયા છે. મુંબઈ ફેમિલી કોર્ટે ૧૩મી જૂને છૂટાછેડાને મંજૂરી આપી દીધી હતી. ૨૦૧૪માં તેમણે છૂટાછેડાની અરજી કરી હતી. તેમાં ઘણા વળાંકો આવ્યા અને બાળકોની કસ્ટડી મામલે ગૂંચ ઊભી થઈ. સર્વોચ્ચ અદાલતમાં પરસ્પર સમજૂતી થઈ અને એ મુજબ બાળકો કરિશ્મા પાસે રહેશે. બાળકોના નામે રૂ. ૧૦ કરોડ રૂપિયાનું ટ્રસ્ટ બનાવાયું છે અને કરિશ્મા જે ડુપ્લેક્સ બંગલામાં રહેતી હતી તે એની પાસે રહેશે. સંજયે બાળકોના શિક્ષણનો અને અન્ય ખર્ચ ઊઠાવવો પડશે. સંજય બેઉ સંતાનો સમાયરા અને કિયાનને મળી શકશે.
કરિશ્મા-સંજયના લગ્ન ૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૩ના રોજ થયા હતા. સંજયના આ બીજા લગ્ન હતા. ૨૦૧૨માં તેઓ અલગ થયા હતા.

