અત્યાર સુધી એમ મનાતું હતું કે અમિતાભની દોહિત્રી નવ્યા નવેલી નંદા શાહરુખના દીકરા આર્યનને ડેટ કરે છે પણ હવે એવા અહેવાલ છે કે તેનું અફેર લંડનના હેરી ગિલિસ સાથે છે. હેરી સેવન ઓક્સ સ્કૂલમાં તેનો ક્લાસમેટ છે. બેઉ ઘણી વાર સાથે દેખાયા છે. નવ્યાએ ગયા મહિને જ ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યારે બંને સાથે દેખાયા હતા. નવ્યા સાથે પાર્ટી માણતા પણ દેખાયો છે. ખાસ વાત એ હતી કે એ પાર્ટીમાં આર્યન પણ હાજર હતો.

