લંડનઃ કાઉન્સિલ ઓફ યુરોપના રિપોર્ટ મુજબ યુરોપિય સંઘમાં બ્રિટનની જેલોમાં સૌથી વધુ કેદી છે. સપ્ટેમ્બર ૨૦૧૪માં બ્રિટનમાં કુલ ૯૫,૨૪૮ કેદી હતા. ફ્રાંસમાં ૭૭,૭૩૯ જ્યારે જર્મનીમાં ૬૫,૭૧૦ કેદી હતા.
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કેદીઓનો દર સરેરાશ કરતાં વધુ હતો. દર ૧૦ હજાર લોકોએ ૧૫૦ કેદી હતા. ૨૦૦૫થી ૨૦૧૪ સુધીમાં આ આંકમાં ૪.૯ ટકાનો વધારો થયો હતો જ્યારે ઉત્તર આયર્લેન્ડમાં આ દર ૩૦.૭ ટકા અને સ્કોટલેન્ડમાં ૧૦.૭ ટકાએ પહોંચ્યો હતો. અભ્યાસમાં આવરી લેવાયેલાં ૫૦ દેશોમાં માત્ર રશિયા (૬,૭૧,૦૨૭) અને તુર્કી (૧,૫૧,૪૫૧)માં વધુ કેદી હતા.
