લંડનઃ આઈ. કે. પટેલનું અવસાન થયું ત્યારે એક પણ વ્યક્તિ એવી નહોતી કે જેની આંખો અશ્રુભીની ન હોય. હજારો લોકો પોતાના આત્મીયને શ્રધ્ધાંજલિ અર્પવા ઉમટી પડ્યા હતા, જેમણે આર્થિક વિકાસ દ્વારા સમાજને મજબૂત બનાવવા માટે અહીં અને ઈસ્ટ આફ્રિકામાં શ્રેષ્ઠ કામગીરી કરી હતી. તે વખતે મારી અંજલિ ખૂબ સાદી હતી. લોકો રોતા હતા પરંતુ તેમની લોકપ્રિયતા શિખર પર હતી ત્યારે તેમને શા માટે ઉપાડી લેવાયા તે આંસુ સમજાવી શકતાં ન હતાં. એક નાજૂક વ્યક્તિ જેણે ક્યારેય પ્રસિદ્ધિની ખેવના કરી ન હોવાં છતાં તેમની હાજરી સતત વર્તાતી હતી. તેમણે કાર્યો કરીને બતાવ્યા. તેમનો શબ્દ જ તેમનું બંધન હતું. મને બ્રિટનમાં તત્કાલીન ભારતીય હાઈ કમિશનર સ્વ. ડો.એલ એમ સિંઘવીની યાદ આવે છે, જેમણે સમાજને આ વર્તમાન સ્થાને પહોંચાડનારા મહાન અને નમ્ર વ્યક્તિ તરીકે આઈ કે પટેલને વર્ણવ્યા હતા. સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ પણ વફાદાર બ્રિટિશ નાગરિકો યુનાઈટેડ કિંગ્ડમ માટે સારી શાખ સમાન છે.
હવે ફરી કરુણ ઘટના ઘટી છે. આઈ કે પટેલનો શ્રેષ્ઠ વારસો તેમના પુત્ર હરીશ પટેલ હતા. તેઓ પિતાની પ્રતિકૃતિ સમાન હતા. ગત સપ્તાહે સમાજે હરિશને આખરી શ્રદ્ધાંજલિ આપી. તેમની અણધારી વિદાયે આપણા એક સાચા અને ભલા મિત્રને છીનવી લીધા છે, જેઓ સખાવતની પારિવારિક પરંપરાને આગળ ધપાવવા પિતાના માર્ગે ચાલ્યા હતા. સમર્પિત પિતા અને પુત્રની બે પેઢી હવે આપણી સાથે નથી. આપણી પ્રાર્થના તેમના માતા વિમળાબેન અને પત્ની ગીતાબેન તથા બાળકો પૂજન અને જાનકીની સાથે છે.
ફરીથી તેમના મૃત્યુનું દુઃખ હરીશે તેમના ટૂંકા જીવન દરમ્યાન આપેલા નોંધપાત્ર યોગદાનની આપણી સ્મૃતિઓને કદાચ ધૂંધળી બનાવી દેશે. આપણે તેમના જીવન અને તેમની સિદ્ધિઓની ઊજવણી કરવી જોઈએ. તેમની પ્રગાઢ ધાર્મિક આસ્થાએ મંદિરો અને કોમ્યુનિટી સેન્ટરોને આગળ વધારવાનું કાર્ય કર્યું હતું ,જે અલગ અલગ માન્યતા ધરાવતા લોકોને એકસાથે લાવશે.
હરીશ ઓક્સફર્ડ સેન્ટર ઓફ હિંદુ સ્ટડીઝને મદદ કરવામાં ખૂબ ગર્વ અનુભવતા હતા. અમે અમારી મીટિંગ માટે ઘણી વખત સાથે ત્યાં જતા હતા. તેમણે આપણી યુવા પેઢીને હિંદુ ધર્મને સમજવા માટે ગતિશીલ કરી હતી. આ સેન્ટરે એક સારા મિત્ર ગુમાવ્યા છે. છેલ્લે અમે જ્યારે ઓક્સફર્ડ ગયા ત્યારે તેમણે મને તેમની ગંભીર બીમારીની વાત કરી હતી અને તેમણે લગભગ એ હકીકત પ્રત્યે પણ મન મનાવી લીધું હતું કે સેન્ટરને બ્રિટનમાં હિંદુવાદનું મુખ્ય કેન્દ્ર બનાવવાનું તેમનું સ્વપ્ન કદાચ તેઓ પૂર્ણ કરી શકશે નહીં.
બ્રિટનમાં મજબૂત, ગૌરવશાળી અને સમૃદ્ધ ભારતીય સમુદાયનો પાયો નાખવા માટે હરીશ અને આઈ કે પટેલ હંમેશા યાદ રહેશે. તેમણે મેળવેલી સિદ્ધિઓ કદી ભૂંસાશે નહીં. તેઓ જે રીતે તેમનું જીવન જીવ્યા તે આપણાં મૂલ્યો અને માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓના આત્માને ચીર શાંતિ મળે તેવી પ્રાર્થના.
લોર્ડ ધોળકિયા PC OBE DL
ડેપ્યુટી લીડર, લિબરલ ડેમોક્રેટ્સ,
હાઉસ ઓફ લોર્ડસ
