ચિંકારા કેસમાં સલમાનને સુપ્રીમ કોર્ટની નોટિસ

Wednesday 16th November 2016 06:13 EST
 
 

ચિંકારા શિકાર કેસમાં ૧૧મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરીને સલમાન ખાન પાસે જવાબ માગ્યો છે. સલમાનને નિર્દોષ છોડી મૂકવાના નિર્ણય વિરુદ્ધ રાજસ્થાન સરકારની પીટિશન અંગે સુપ્રીમ કોર્ટે ૧૧મી નવેમ્બરે સુનાવણી કરી હતી. સરકારે માગણી કરી હતી કે જોધપુર અદાલતના ચુકાદા પર તત્કાલ રોક લગાવી નીચલી અદાલતના ચુકાદાને લાગુ પાડવામાં આવે સાથે જ સલમાનને શરણે થવાનો આદેશ આપવામાં આવે અને સલમાનને જેલમાં મોકલવામાં આવે. હાઈ કોર્ટ ૨૫મી જુલાઈના રોજ ચિંકારા અને કાળિયાર હરણ શિકારના બે કેસોમાં સલમાનને નિર્દોષ છોડી મૂક્યો હતો. સલમાન પર આરોપ છે કે તેણે ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મના શૂટિંગ વખતે ભવાદ ગામમાં ૨૬મી અને ૨૭મી સપ્ટેમ્બર, ૧૯૯૮ના રોજ રાત્રે અને બીજા દિવસે ઘોડા ગામમાં હરણનો શિકાર કર્યો હતો. 


comments powered by Disqus