અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા ન્યૂ ઝીલેન્ડ ટુરિઝમનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તેના કારણે તે હાલમાં ન્યૂ ઝીલેન્ડમાં છે. ૧૩મી નવેમ્બરે રવિવારે ન્યૂ ઝીલેન્ડમાં ભૂકંપ આવ્યો હતો. જોકે, સિદ્ધાર્થ સલામત છે. સિદ્ધાર્થે ટ્વિટર ઉપર લખ્યું હતું કે, રવિવારે સવારે હું ઊઠ્યો ત્યારે ખબર પડી કે ભૂકંપ આવ્યો છે. જોકે અમે સ્વબચાવના સૂચિત પગલાં લીધાં અને હું તથા મારી ટીમ ક્ષેમકુશળ છે. બીજી ટ્વિટમાં તેણે જણાવ્યું હતું કે, મારી દુવાઓ ન્યૂ ઝીલેન્ડના લોકોની સાથે જ છે. ભૂકંપ આવ્યાના બે કલાક બાદ ત્યાં સુનામીની આપત્તિ પણ આવી હતી. બીબીસીના અહેવાલો મુજબ ક્રાઈસ્ટ ચર્ચથી ૯૫ કિ.મી.ના અંતરે ભૂકંપ આવ્યો હતો. સિદ્ધાર્થને ક્રાઈસ્ટ ચર્ચ ખૂબ જ પસંદ છે.

