ઇન્ટરનેશનલ સ્ટારડમ મળ્યા બાદ ઇન્ટરનેશનલ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ફ્રેન્ડ લિસ્ટમાં અનેક હોલિવૂડ સિતારાઓ સામેલ થયા છે જેમાં વધુ એક નામ ઉમેરાયું છે મેગન મોર્કલનું. પ્રિયંકા ચોપરાના હોલિવૂડ ફ્રેન્ડસની યાદીમાં કવોન્ટિકોની કો-સ્ટાર યાસમિન અલ માસરી અને મિશેલ ડોસાન્ટે ઉપરાંત ફિલ્મ સ્યૂટસની અભિનેત્રી મેગન મોર્કલનો પણ સમાવેશ થયો છે. દેશી ગર્લનું ઇંગ્લેન્ડના રોયલ પરિવાર સાથે એક વિશેષ કનેકશન પણ જોડાઇ ગયું છે. મેગન મોર્કલ પ્રિન્સ હેરીની નવી ગર્લફ્રેન્ડ છે. પ્રિયંકાએ માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર પોતાની અને મેગનની સ્વિમિંગપૂલ પર મોજ કરતી એક તસવીર શેર કરી છે જેમાં તેણે જણાવ્યું છે કે મેગન સાથે કવોલિટી ટાઇમ પસાર કરી ખૂબ જ સારું લાગ્યું. તે ખૂબ જ સારી અભિનેત્રી છે અને તેની પાસેથી અહીંની હોલિવૂડ સ્ટાઇલના અભિનય પાઠ શીખવાનું મને ગમશે.

