આમ તો લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડસમાં ઘણી બોલિવૂડ સેલિબ્રિટીઓ હાજર રહી હતી, પણ બધાની નજરો કરીના કપૂર પર જ કેન્દ્રિત થતી જોવા મળી હતી. વાસ્તવમાં આ એવોર્ડ કાર્યક્રમમાં કરીના બેબી બમ્પ સાથે નજર આવી હતી. અહીં તે તેની પ્રેગનન્સી સ્ટાઈલ માટે છવાયેલી રહી હતી. એવોર્ડ્સ કાર્યક્રમમાં કરીનાએ લાલ રંગનો ગાઉન પહેર્યો હતો.
અહીંયા મલાઈકા અરોરા ખાને ગોલ્ડન ગાઉન પહેર્યો હતો. દીપિકા પદુકોણ ગ્રે રંગના ડ્રેસમાં નજરે ચડી હતી જ્યારે તમન્ના ભાટિયા લાલ રંગના ડ્રેસમાં હતી. શાહીદ કપૂર, અદિતિ રાવ હૈદરી, તાપસી પન્નુ, કેટરીના કૈફ, અનુષ્કા શર્મા, જેકલીન ફર્નાન્ડિઝ, પૂજા હેગડે, માધુરી દીક્ષિત, અર્જુન કપૂર જેવા સિતારાઓ આ કાર્યક્રમમાં હાજર હતા.

