• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૨૦-૧૧-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી, સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સ UB8 2DZ ખાતે શનિવાર તા. ૧૯-૧૧-૧૬ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા અને રવિવાર તા.૨૦-૧૧-૧૬ બપોરે ૩ વાગે ભજન અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક. 07882 253 540
• શિશુકુંજ દ્વારા ભજન ભોજન સંધ્યા કાર્યક્રમનું શનિવાર તા.૨૬-૧૧-૧૬ સાંજે ૬.૩૦થી રાત્રે ૧૧ દરમિયાન શ્રી સ્વામિનારાયણ મંદિર હોલ, કિંગ્સબરી રોડ, કિંગ્સબરી, લંડન NW9 8AQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક.
020 8381 1818
• છ ગામ નાગરિક મંડળ, યુકે દ્વારા લગ્ન ઈચ્છુક ઉમેદવારો માટે પરિચય મેળાનું રવિવાર તા.૨૭-૧૧-૧૬ બપોરે ૨થી સાંજે ૫.૩૦ દરમિયાન નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ હોલ, ટુટિંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પ્રવિણભાઈ 07967 013 871
• ગ્રૂપ ઓફ ફ્રેન્ડ્ઝ દ્વારા બુધવાર તા. ૨૩-૧૧-૨૦૧૬ના રોજ કાઠીયાવાડી રેસ્ટોરન્ટ, ૮૪૪ લંડન રોડ, થોર્નટન હીથ, સરે CR7 7PA ખાતે ‘ગેટ ટુ ગેધર ડીનર કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: સતીષભાઇ શાહ 07900 911 047
• વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) સાઉથ લંડન દ્વારા શ્રી ઈન્દિરાબેટીજી મહોદયા (પૂ.જીજી)ને શ્રદ્ધાંજલિ અર્પવા ભાવાંજલી સભા અને શ્રાવણી સંધ્યાનું રવિવાર તા.૨૦-૧૧-૧૬ બપોરે ૨ વાગે રાધાકૃષ્ણ ટેમ્પલ, ૩૩, બાલમ હાઈ રોડ, લંડન SW12 9AL ખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમ બાદ પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. દેવયાનીબેન 07929 165 395
• સર સૈયદ ફાઉન્ડેશન લંડન દ્વારા ‘ઈન્ડિયન ફેસ્ટિવલ્સ ઈન ઉર્દૂ પોએટ્રી’ વિશેના કાર્યક્રમ ‘જશ્ન-એ-હિંદ’નું શુક્રવાર તા.૧૮-૧૧-૧૬ સાંજે ૬.૩૦ વાગે નહેરુ સેન્ટર, ૮ સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07500 563 075
• ઈલ્મી મજલીસ લંડન દ્વારા મૌલાના આઝાદની સ્મૃતિમાં ત્રિદિવસીય કાર્યક્રમો • સોમવાર તા.૨૧-૧૧-૧૬ સાંજે ૫.૧૫ વાગે ‘મૌલાના આઝાદના જીવન અને કવનના તબક્કા’ વિશે પ્રદર્શન, બાદમાં બોલિવુડ ફિલ્મોમાં ટાગોરના ગીતો • મંગળવાર તા.૨૨-૧૧-૧૬ સાંજે ૬.૧૫ વાગે ‘મૌલાના આઝાદઃ રાષ્ટ્રના ઘડવૈયા’ વિષય પર પ્રવચન, બાદમાં શામ-એ-ગઝલ • બુધવાર તા.૨૩-૧૧-૧૬ સાંજે ૬.૧૫ વાગે ‘૨૧મી સદીના પડકારોનો સામનો શિક્ષણ દ્વારા કેવી રીતે થઈ શકે ’ વિષય પર ચર્ચા, બાદમાં મુશાયરાનું નહેરુ સેન્ટર, ૮ સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07500 563 075
• એશિયન મ્યુઝિક સર્કિટ દ્વારા ‘એન ઈવનિંગ ઓફ લખનવી ટ્રેડિશન્સ’નું ગુરુવાર તા.૨૪-૧૧-૧૬ સાંજે ૭.૩૦ વાગે કેડોગન હોલ, ૫ સ્લોન ટેરેસ, લંડન SW1X 9DQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 7730 4500
• શ્રી સત્તાવીસ પાટીદાર સમાજ (યુરોપ) અને આણંદ ઓવરસીઝ બ્રધરહૂડના સંયુક્ત ઉપક્રમે “હેલ્પીંગ હેન્ડ્સ” ચેરિટી કાર્યક્રમનું શનિવાર. તા.૩ ડિસેમ્બરના રોજ સાંજે ૬-૦૦થી આયોજન સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક મીડલસેક્સ HA9 9PE ખાતે કરવામાં આવ્યું છે. ભારતમાં કરોડરજ્જૂ (સ્પાઇન)ની ખોડખાંપણ ધરાવતા જરૂરતમંદ નિ:સહાય-ગરીબ દર્દીઓના લાભાર્થે આ ચેરિટી ફંડ રેઝીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એકત્ર થયેલ ફંડથી વાંકીચૂકી કરોડરજ્જૂ ધરાવતા દર્દીઓના ઓપરેશન હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા યુ.કે.ના નિષ્ણાત સર્જનો ભારત જઇને સર્જરી કરશે. આ પ્રસંગે એશ ગોહિલનું સંગીતગ્રૂપ યાદગાર ફિલ્મીગીતોનું મનોરંજન કરાવશે. સ્વાદિષ્ટ શાકાહારી ભોજન સાથે સોફટ ડ્રીંક્સ. વધુ માહિતી અને ટિકિટ માટે સંપર્ક અનંત 07761 126 715
• નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌતમકુમાર વણકર (સંજય સોનારા) અને દક્ષા ગોહિલના કંઠે બોલિવુડના ગીતોના કાર્યક્રમ ‘દિલને ફિર યાદ કીયા’નું શનિવાર તા.૧૯-૧૧-૧૬ રાત્રે ૮ વાગે હરીબેન બચુભાઈ નાગરેચા હોલ, લેયટન રોડ, E15 1DT ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8555 0318
