અમિતાભ શ્રેષ્ઠ અભિનેતા, કંગના શ્રેષ્ઠ અભિનેત્રી

Wednesday 30th March 2016 06:27 EDT
 
 

૬૩મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સ ૨૮મી માર્ચે જાહેર કરાયા છે, જેમાં ‘બાહુબલી: ધ બિગિનિંગ’ને બાદ કરતાં મોટાભાગના એવોર્ડ્સ હિન્દી ફિલ્મોના ફાળે છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ‘પિકુ’માં તેમના અભિનય બદલ શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ જાહેર થયો છે અને કંગના રાણાવતને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય એવોર્ડ જાહેર થયો છે. શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ તમિલ ફિલ્મ ‘બાહુબલી’ને મળ્યો છે. ‘બાજીરાવ મસ્તાની’ માટે સંજય લીલા ભણસાલીને શ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ મળ્યો છે. સલમાન ખાનની ‘બજરંગી ભાઈજાન’ને શ્રેષ્ઠ મનોરંજક ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘તલવાર’ને સત્ય ઘટના આધારિત શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
૭૩ વર્ષીય બચ્ચનનો આ ચોથો રાષ્ટ્રીય એવોર્ડ છે. અગાઉ તેમને અગ્નિપથ (૧૯૯૦), બ્લેક (૨૦૦૫) અને પા (૨૦૦૯) માટે પણ આ એવોર્ડ મળી ચૂક્યો છે. કંગનાને પણ ‘ક્વીન’ અને ‘ફેશન’ માટે અગાઉ નેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે.
કોને કયા એવોર્ડ મળ્યા
• શ્રેષ્ઠ ફિલ્મ: બાહુબલી

• શ્રેષ્ઠ અભિનેતા: બચ્ચન (પિકુ)

• શ્રેષ્ઠ અભિનેત્રી: કંગના રાણાવત (તનુ વેડ્સ મનુ રિટર્ન્સ)

• શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ: દમ લગા કે હઈશા

• શ્રેષ્ઠ નિર્દેશક: સંજય લીલા ભણસાલી (બાજીરાવ મસ્તાની)

• શ્રેષ્ઠ સંપૂર્ણ મનોરંજક ફિલ્મ: બજરંગી ભાઈજાન

• સત્ય ઘટના આધારિત શ્રેષ્ઠ ફિલ્મ: તલવાર

• બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર: નિરજ ઘેવાન (મસાન)

• બેસ્ટ કોરિયોગ્રાફર: રેમો ડિસોઝા (બાજીરાવ મસ્તાની)

• બેસ્ટ સિનેમેટોગ્રાફી: સુદીપ ચેટરજી (બાજીરાવ મસ્તાની)


comments powered by Disqus