આઇફામાં છવાયા ‘બાજીરાવ મસ્તાની’

Wednesday 29th June 2016 06:30 EDT
 
 

૧૭મા આઇફા એવોર્ડમાં સલમાન ખાન, કરીના કપૂર અભિનિત ‘બજરંગી ભાઈજાન’ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ અપાયો હતો જ્યારે ‘બાજીરાવ મસ્તાની’માં દમદાર એક્ટિંગ માટે રણવીર સિંહને શ્રેષ્ઠ અભિનેતાનો અને ‘પીકુ’માં ઉમદા અભિનય માટે દીપિકા પદુકોણને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
‘બાજીરાવ મસ્તાની’ના નિર્દેશન માટે આ વર્ષનો શ્રેષ્ઠ દિગ્દર્શકનો આઇફા એવોર્ડ સંજય લીલા ભણસાલીને મળ્યો હતો. અલબત્ત આ આઇફા એવોર્ડમાં ‘બાજીરાવ મસ્તાની’ ચાર એવોર્ડ સાથે છવાયેલી હતી. આ ફિલ્મ માટે સંજય લીલા ભણસાલી અને રણવીર સિંહ ઉપરાંત પ્રિયંકા ચોપડાને સહાયક અભિનેત્રીનો અને કબીર ખાન, પરવેઝ શેખ અને વી. વિજેન્દ્ર પ્રસાદને સ્ક્રીનપ્લે માટે એવોર્ડ મળ્યાં હતાં.
• શ્રેષ્ઠ નિર્દેશકઃ સંજય લીલા ભણસાલી (બાજીરાવ મસ્તાની) • શ્રેષ્ઠ ફિલ્મઃ બજરંગી ભાઈજાન • શ્રેષ્ઠ અભિનેત્રીઃ દીપિકા પદુકોણ (પીકુ) • શ્રેષ્ઠ અભિનેતાઃ રણવીર સિંહ (બાજીરાવ મસ્તાની) • શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીઃ પ્રિયંકા ચોપરા (બાજીરાવ મસ્તાની) • શ્રેષ્ઠ સહાયક અભિનેતાઃ અનિલ કપૂર (દિલ ધડકને દો) • શ્રેષ્ઠ નેગેટિવ રોલઃ દર્શન કુમાર (એેનએચ-૧૦) • શ્રેષ્ઠ કોમેડિયનઃ દીપક ડોબ્રિયાલ (તનુ વેડ્સ મનુ) • શ્રેષ્ઠ સ્ટોરીઃ જૂહી ચતુર્વેદી (પીકુ) • શ્રેષ્ઠ મેઇલ સિંગરઃ પેપોન (મોહ મોહ કે ધાગે - દમ લગાકે હઇશા) • શ્રેષ્ઠ ફિમેલ સિંગરઃ મોનાલી ઠાકુર (મોહ મોહ કે ધાગે - દમ લગાકે હઇશા)


comments powered by Disqus