• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા ૩-૭-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર શ્રી પુરષોત્તમભાઈ શેરવાણી છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310.
• જલારામ જ્યોત મંદિર WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે દર ગુરુવારે જલારામ ભજન- પ્રસાદ સાંજના ૬.૩૦થી રાત્રિના ૧૦ સુધી, દર શનિવારે ૨૧ હનુમાન ચાલીસા - પ્રસાદ સવારના ૧૦થી બપોરના ૧ સુધી થશે. સંપર્કઃ 020 8902 8885.
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજના ઉપક્રમે પૂ. ભરત ભગત દ્વારા સંગીતમય શૈલીમાં આદ્ય કવિ નરસિંહ મહેતાના જીવન પર આધારિત શ્રી નરસિંહ ચરિત્ર કથાનું સોમવાર તા. ૪-૭-૧૬થી રવિવાર તા.૧૦-૭-૧૬ દરરોજ બપોરે ૧૨થી ૪ સુધી ટુટીંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પ્રવીણભાઇ અમીન 020 8337 2873.
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૨-૭-૧૬ બપોરે ૧૨.૧૫ કલાકે હનુમાન ચાલીસા તથા રવિવાર તા.૩-૭-૧૬ બપોરે ૩ વાગે ભજન અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક. 07882 253 540.
• પૂ.ગીરીબાપુની શિવકથા શુક્રવાર તા.૧ જુલાઈ સુધી દરરોજ સાંજે ૪.૩૦ થી ૮ ચાલશે. કથાનો સમય શનિવાર તા.૨ અને રવિવાર તા.૩ જુલાઈ બપોરે ૩થી સાંજના ૬ રહેશે. શિવકથાનું આયોજન બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, હેરો HA3 5BD ખાતે કરાયું છે.
• ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા ‘બુમરેંગ ઈફેક્ટઃ કર્મ, કોઝેશન એન્ડ રીબર્થ’ વિષય પર શ્રી રમેશ પટ્ટણીના પ્રવચનનું શનિવાર તા.૨-૭-૧૬ સાંજે ૬.૩૦ કલાકે બેલગ્રેવ નેબરહુડ સેન્ટર, લેસ્ટર LE4 6LF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01865 304 300
• વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન, યુકે દ્વારા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના મુખે શ્રી કૃષ્ણ લીલા કથાનું રવિવાર તા.૩-૭-૧૬થી શનિવાર તા. ૯-૭-૧૬ દરમિયાન દરરોજ સાંજે ૪.૩૦થી ૭.૩૦ ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રેખાબેન પોપટ 07816 849 558.
• જાસ્પર સેન્ટર રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે દર ગુરુવારે સાંજે ૬.૩૦ થી ૮.૩૦ ભજન અને પ્રસાદ તથા દર શનિવારે બપોરે ૧ થી ૩ હનુમાન ચાલીસાના પાઠ થશે. સંપર્ક. 020 8861 1207.
• એક્વીટસ દ્વારા રોકાણ માટેની મિલકતોનું હરાજી દ્વારા વેચાણ કરવા કોમર્શિયલ પ્રોપર્ટી ઓક્શનનું આયોજન ગુરુવાર તા.૭ જુલાઈ, ૨૦૧૬ના રોજ કરવામાં આવ્યું છે. સંપર્ક.જહોન મહેતાબ. 020 7034 4855
• ઈસ્ટ લંડન અને એસેક્સ બ્રાહ્મણ સમાજ દ્વારા જીવનસાથીની પસંદગી માટે સ્પીડ ડેટિંગ ૨૦૧૬નું રવિવાર તા.૩-૭-૧૬ના રોજ આયોજન કરાયું છે. સંપર્ક. હેમા ઠાકર. 07977 939 457
• નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનિલા ગોહિલ અને ફહાદના ગોલ્ડન હીટ્સ ગીતો ‘ચલો દિલદાર ચલો’ના સંગીત કાર્યક્રમનું આયોજન તા. ૨-૭-૧૬ના રોજ સાંજે ૬-૩૦થી ડીનર સાથે હરીબેન બચુભાઇ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨ લેયટન રોડ, E15 1DT ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8555 0318.
• રાધાકૃષ્ણ મંદિર, શ્રી નાથજી હવેલી, ૩૩ બાલમ હાઇ રોડ, બાલમ SW12 9AL ખાતે તા. ૨-૭-૨૦૧૬ શનિવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન પ. પૂ. ગૌ. વ્રજરાજકુમારજી મહોદય શ્રી પધરામણી કરશે અને વચનામૃત તથા ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આરતી બાદ મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8675 3831.
