આશુતોષ ગોવારિકરની બિગબજેટ ફિલ્મ ‘મોહેંજો દડો’ બોલિવૂડમાં ચર્ચામાં રહ્યા બાદ તેની ફિલ્મી પડદે આવવાની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. જોકે ગયા અઠવાડિયે દેશવિદેશમાં ફિલ્મ રિલીઝ થયા પછી ઋત્વિકના પ્રશંસકો નિરાશ થયા નથી.
ફિલ્મમાં યુદ્ધનાં દૃશ્યો અને મગરમચ્છ સાથેની લડાઈ થોડી રોમાંચ ઊભો કરે છે. ઉપરાંત નવી હિરોઈન પૂજા હેગડેની એક્ટિંગ પણ સારી છે.
વાર્તા રે વાર્તા
સમર્ન અમરી ગામનો ખેડૂત છે. તેનો તેના કાકા-કાકીએ જ ઉછેર કર્યો છે. તે વારંવાર આવતા સપનાંને કારણે મોંહેજો દડો જવા માગતો હોય છે. તે જ્યારે મોહેંજો દડો પહોંચે છે ત્યારે તેને ત્યાં પંડિતની પુત્રી ચાની સાથે પ્રેમ થઈ જાય છે. દરમિયાન તે મોહંજો દડોના મુખિયા અને તેના પુત્રના સંપર્કમાં આવે છે. તેને જાણ થાય છે કે મુખિયાએ જ તેના પિતાની હત્યા કરી છે. અહીંથી તેનામાં બદલાની ભાવના જન્મ લે છે.

