સંસ્થા સમાચાર તા. ૨૦-૮-૧૬ માટે

Tuesday 16th August 2016 16:20 EDT
 

• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા. ૨૧-૮-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન, સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર મોરાબેન કેવલાણી અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310
• વૈષ્ણવ પરિવાર, યુકે દ્વારા પૂ.ગોવર્ધનેશજી મહોદયના મુખે શ્રીમદ ભાગવત કથાનું ગુરુવાર તા.૨૫-૮-૧૬થી બુધવાર તા.૩૧-૮-૧૬ સુધી દરરોજ બપોરે ૩થી સાંજે ૭ દરમ્યાન કેનન હાઈસ્કૂલ, શેલ્ડન રોડ, એજવેર, મીડલસેક્સ HA8 6AN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. દેવિકા ધ્રૂવ 07975 716 562
• જાનકી આશ્રમ, ગુજરાતના લાભાર્થે પૂ.વિપુલકૃષ્ણ શાસ્ત્રીની શ્રી કૃષ્ણ ચરિત્ર કથાનું ગુરુવાર તા.૨૫-૮-૧૬ થી ગુરુવાર તા.૧-૯-૧૬ દરરોજ સાંજે ૪થી ૭ દરમ્યાન શ્રી હિંદુ મંદિર, સેન્ટ બાર્નાબાસ રોડ, લેસ્ટર LE5 4BD ખાતે આયોજન કરાયું છે. કથાનું ‘આસ્થા’ ચેનલ પર સીધું પ્રસારણ થશે. સંપર્ક. 01162 161 698.
• પ્રજાપતિ એસોસિએશન, બર્મિંગહામ દ્વારા જન્માષ્ટમીના કાર્યક્રમનું શનિવાર તા.૨૭-૮-૧૬ સાંજે ૬થી રાત્રે ૧૦ દરમ્યાન SPA બર્મિંગહામ, વોરવિક રોડ, ગ્રીટ, બર્મિંગહામ B11 2QX ખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમ બાદ પ્રસાદ વિતરણની વ્યવસ્થા છે. સંપર્ક. 07968 776 304
• શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે જન્માષ્ટમી તા.૨૫-૮-૧૬ને ગુરુવારે ઉજવાશે. કાર્યક્રમ – સવારે ૫.૩૦થી ૫.૪૫ મંગળા, ૬થી ૬.૨૬ પંચામૃત સ્નાન, ૧૦થી ૧૧ શ્રીંગાર, બપોરે ૧૨થી ૧ રાજભોગ, સાંજે ૫થી ૫.૩૦ ઉત્થાપન, ૬થી ૬.૩૦ ભોગ આરતી, ૭થી ૭.૩૦ શયન, જાગરણ દર્શન રાત્રે ૧૦થી ૧૧ અને પંચામૃત રાત્રે ૧૨થી ૧૨.૨૦ સુધી. મંગળા ભીતર શુક્રવાર તા.૨૬-૮-૧૬ સવારે ૮થી ૧૦ નંદ મહોત્સવ, રાજભોગ સવારે ૧૧થી ૧૨. સંપર્કઃ 07958 275 222
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP , રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતેના કાર્યક્રમો • જન્માષ્ટમી - ગુરુવાર તા.૨૫ ઓગસ્ટ સવારે ૧૦ વાગ્યાથી પૂજા, સાંજે ૪ વાગ્યાથી ભજન, રાત્રે ૯ વાગ્યાથી પારણા દર્શન અને કૃષ્ણ જન્મ, પ્રસાદ બપોરે ૧ અને સાંજે ૭.૩૦ વાગે • સમુહ માતાજી લોટા - રવિવાર તા.૪-૯-૧૬, સંપર્ક. 020 8902 8885.
• ગુજરાત હિંદુ સોસાયટી સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JNખાતેના કાર્યક્રમો • કથાકાર શ્રી રમેશભાઈ શાસ્ત્રી દ્વારા શ્રી કૃષ્ણ ચરિત્ર કથા, સોમવાર તા.૨૨-૮-૧૬થી રવિવાર તા.૨૮-૮-૧૬ દરરોજ સાંજે ૭થી ૯ સુધી • જન્માષ્ટમી ગુરુવાર તા.૨૫-૮-૧૬ સવારે ૯.૩૦થી રાત્રે ૯.૩૦. ફળાહાર બપોરે ૧૨.૩૦ અને રાત્રે ૮.૩૦ વાગે. સંપર્ક. 01772 253 901
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સ UB8 2DZ ખાતેના કાર્યક્રમો
• રવિવાર તા. ૨૧-૮-૧૬ બપોરે ૩.૩૦ કલાકે હરીશભાઈ શાસ્ત્રી દ્વારા સુંદરકાંડનો પાઠ, બાદમાં મહાપ્રસાદ • ગુરુવાર તા.૨૫-૮-૧૬ રાત્રે ૯.૩૦થી મધરાત સુધી જન્માષ્ટમીની ઉજવણી થશે. સંપર્ક. 07882 253 540
• શ્રી ભારતીય મંડળ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું ગુરુવાર તા.૨૫-૮-૧૬ સાંજે ૬.૩૦ થી રાત્રે ૧૦ દરમ્યાન શ્રી અંબાજી મંદિર, ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર, યુનિયન રોડ, એશ્ટન યુ લેન OL6 8JN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પ્રદીપભાઈ 01613 441 092
• ભારતીય હાઈકમિશન અને યુકેની ભારતીય કોમ્યુનિટી સંસ્થાઓ દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રવિવાર તા.૨૧-૮-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમ્યાન ઈન્ડિયન જીમખાના ક્લબ, થોર્નબરી એવન્યુ, આઈલવર્થ TW7 4NQ ખાતે આયોજન કરાયું છે. ધ્વજવંદનનો કાર્યક્રમ સવારે ૧૧ વાગે શરૂ થશે. દરેકને સવારે ૧૦.૩૦ સુધીમાં પ્રવેશ મેળવી લેવા વિનંતી છે. સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભારતના વિવિધ પ્રાંતની વાનગીઓનો લાભ નિઃશુલ્ક મળશે. ખાનગી વાહનો સિવિક સેન્ટર, લેમ્પટન રોડ, હંસલો TW3 4DN (કાર્યક્રમ સ્થળથી૧.૩ માઈલ)ખાતે પાર્ક કરવાના રહેશે. ત્યાંથી કોમ્પ્લિમેન્ટરી ચાર્ટર્ડ બસ દ્વારા સમારંભ સ્થળે આવી શકાશે. નજીકનું ટ્યુબ સ્ટેશન ઓસ્ટર્લી છે.
• રઘુવંશી એસોસિએશન દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણીનું ગુરુવાર તા.૨૫-૮-૧૬ સાંજે ૭થી રાત્રે ૧૧ દરમ્યાન લોહાણા કોમ્યુનિટી કોમ્પલેક્સ, પી વી રાયચુરા સેન્ટર, ક્રોયડન, સરે CR0 1SH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રૂપેન ચાંદે 07711 943 504
• શ્રી સોરઠીઆ પ્રજાપતિ જ્ઞાતિ મંડળ, યુકે દ્વારા જન્માષ્ટમીની ઉજવણીનું શનિવાર તા.૨૦-૮-૧૬ સાંજે ૬થી રાત્રે ૧૧ દરમ્યાન S.S.P.C.(UK) હંસલો કોમ્યુનિટી હોલ, હેનવર્થ રોડ, હંસલો TW3 1VG ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 07958 958 555
• ચિન્મય મિશન,યુકે ચિન્મય કિર્તી, એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન NW4 4BA ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૨૦-૮-૧૬ સવારે ૧૦થી સાંજે ૫ દરમ્યાન જ્ઞાન અને બુદ્ધિનો યોગ વિષય પર ફોલોઅપ વર્કશોપ. તેનું સંચાલન ડો. રમેશ પટ્ટણી કરશે. • ગુરુવાર તા.૨૫-૮-૧૬ રાત્રે ૮ થી ૧૦ પૂજા, નૃત્ય અને ભજનના કાર્યક્રમ સાથે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી. સંપર્ક. 02082 036 288
• શ્રી સ્વામિનારાયણ આજ્ઞા-ઉપાસના સત્સંગ મંડળ, યુકે દ્વારા સ્વામી નિત્યસ્વરૂપદાસજીના મુખે શ્રીમદ સત્સંગિજીવન કથા પારાયણનું મંગળવાર તા.૨૩-૮-૧૬થી સોમવાર તા.૨૯-૮-૧૬ સુધી ક્લેરમોન્ટ હાઈસ્કૂલ, ક્લેરમોન્ટ એવન્યુ, હેરો HA3 0UH ખાતે આયોજન કરાયું છે. કથાનો સમય તા.૨૩થી૨૬ સાંજે ૫થી ૮, તા.૨૭-૨૮ સવારે ૯.૩૦થી ૧૨ અને સાંજે ૫.૩૦થી ૮ તથા તા.૨૯ સવારે ૯.૩૦થી બપોરે ૧૨ સુધીનો રહેશે. સંપર્ક. હીરાલાલ હાલાઈ 07941 330 821
• જાસ્પર સેન્ટર રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતેના કાર્યક્રમો • ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી શુક્રવાર તા.૧૯-૮-૧૬ બપોરે ૧૨ વાગે
• જન્માષ્ટમીની ઉજવણી ગુરુવાર તા.૨૫-૮-૧૬ સવારે ૧૧.૪૫થી બપોરે ૨ દરમ્યાન • દર ગુરુવારે સાંજે ૬.૩૦ થી ૮.૩૦ ભજન અને પ્રસાદ • દર શનિવારે બપોરે ૧ થી ૩ હનુમાન ચાલીસાના પાઠ થાય છે. સંપર્ક. 020 8861 1207
• સત કૈવલ સર્કલ દ્વારા આચાર્ય શીતલદાસજીનું પ્રવચન, ગુરુપુજન અને ભજનનું રવિવાર તા.૨૧-૮-૧૬ બપોરે ૨થી રાત્રે ૮ દરમ્યાન ડિવાઈન ઈન્ફન્ટ ઓફ પ્રાગ આર.સી.ચર્ચ, સિસ્ટન કેથોલિક હોલ, લેસ્ટર LE7 1GH ખાતે આયોજન કરાયું છે. મહાપ્રસાદની વ્યવસ્થા છે. વધુમાં તા.૨૦-૮-૧૬ ટોલવર્થ, તા.૨૨-૮-૧૬ મેલવર્ન, કોવેન્ટ્રી અને નોર્થ લંડન તા.૨૩ અને તા.૨૪ લંડનમાં આચાર્ય શીતલદાસજીના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સંપર્ક. યશવંત 07973 408 069
• લંડન સેવાશ્રમ સંઘ ડેવનપોર્ટ રોડ, લંડન W12 8PB દ્વારા ગીતા જ્ઞાન યજ્ઞ અને જન્માષ્ટમીની ઉજવણીનું બુધવાર તા.૨૪-૮-૧૬થી શુક્રવાર તા.૨૬-૮-૧૬ સુધી આયોજન કરાયું છે. સ્વામી નિર્લિપ્તાનંદ અંગ્રેજીમાં ‘ભગવદ ગીતા’ અંગે સમજ આપશે. ગીતા જ્ઞાન યજ્ઞનો સમય તા.૨૪ અને તા.૨૬ સાંજે ૭ અને તા.૨૫ રાત્રે ૮થી ૧૨ રહેશે. પ્રીતીભોજનની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8743 9048.
• સર્વોદય હિંદુ એસોસિએશન દ્વારા ટોલવર્થ રીક્રીએશન સેન્ટર, સરે KT6 7LQ ખાતેના કાર્યક્રમો
• શુક્રવાર તા.૧૯-૮-૧૬ થી રવિવાર તા.૨૧-૮-૧૬ સુધી શ્રી પલ્કેશભાઈ ત્રિવેદીની જલારામ ચરિત્ર કથા, સમય તા.૧૯ અને ૨૧ સાંજે ૪.૩૦થી ૭.૩૦ તથા તા.૨૦. બપોરે ૨.૩૦થી સાંજે ૭.૩૦ રહેશે. દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. • ગુરુવાર તા.૨૫-૮-૧૬ જન્માષ્ટમી નિમિત્તે માયા દીપકના કંઠે ભજન તથા ભોજનનો કાર્યક્રમ સાંજે ૭ વાગ્યે. સંપર્ક. 02083 954 164
• રાધાકૃષ્ણ મંદિર, ૩૩ બાલમ હાઈરોડ, લંડન SW12 9AL ખાતે ગુરુવાર તા.૨૫-૮-૧૬ જન્માષ્ટમી નિમિત્તે સાંજે ૭.૩૦ જન્મ આરતી તથા રાત્રે
૯.૩૦ વાગે શયન આરતી થશે. શુક્રવાર તા.૨૬-૮-૧૬ સવારે ૧૦થી બપોરે ૧ દરમ્યાન નંદ મહોત્સવ
ઉજવાશે. બાદમાં મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 02086 753 831.


comments powered by Disqus