અમિતાભ બચ્ચને સ્વતંત્રતા દિવસે ટ્વિટ કર્યું હતું કે, સ્વતંત્રતા દિવસે દેશના નાગરિકોએ એવી શપથ લેવી જોઈએ કે ભારત બળાત્કાર મુક્ત દેશ બની જાય. ૭૩ વર્ષીય અમિતાભે ટ્વિટર પર પોતના વિચારો વ્યક્ત કરવા સાથે તેમની આગામી ફિલ્મ ‘પિંક’નું પોસ્ટર પણ શેર કર્યું હતું. આ ફિલ્મ જાતીય હિંસાની શિકાર બનેલી ત્રણ સ્ત્રીઓની કથા પર છે. બિગ-બીએ ટ્વિટર પર લખ્યું હતું કે, સ્વતંત્રતા દિવસે આશા કરું છું કે ભારત બળાત્કાર મુક્ત થઈ જાય. ભારત આઝાદ થાય રેપના બનાવોથી. તેમણે ટ્વિટમાં પોતાના પ્રશંસકોને મહિલાઓનું સન્માન જાળવવા માટે કહ્યું હતું.

