મીરપુરઃ વેસ્ટ ઇન્ડિઝે બોલરોના શાનદાર પ્રદર્શન બાદ કેસી કાર્ટીની અર્ધી સદી અને કીમા પોલના મહત્ત્વપૂર્ણ ૪૦ રનની મદદથી ભારત પાંચ વિકેટે હરાવીને અંડર-૧૯ વર્લ્ડ કપ ટાઇટલ પ્રથમ વખત જીત્યું છે. રવિવારે રમાયેલી મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરતાં ૪૫.૧ ઓવરમાં માત્ર ૧૪૫ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે ૪૯.૩ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
ભારત અંડર-૧૯ વર્લ્ ડકપમાં ત્રણ વખત ચેમ્પયિન રહી ચૂક્યું છે અને ચોથી વખત ટાઇટલ જીતવાની ઉજળી શક્યતા હતી. જોકે વેસ્ટ ઇન્ડિઝે ભારતની આશાઓ પર પાણી ફેરવતાં ભારત અનોખી સિદ્ધિ હાંસલ કરવાની તક ચૂકી ગયું હતું.

