ભારતીય વન-ડે ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એક હિન્દી ન્યૂઝ પેપરને ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરવાની ધમકી આપી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સન સ્ટારે તાજેતરમાં એક સ્ટિંગ ઓપરેશન કરી ભારતીય ટીમના પૂર્વ મેનેજર સુનીલ દેવના હવાલાથી એવો આક્ષેપ કર્યો હતો કે ધોનીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૨૦૧૪માં રમાયેલી માન્ચેસ્ટર ટેસ્ટ મેચ ફિક્સ કરી હતી. આ મામલે ધોનીના દિલ્હીસ્થિત વકીલ દ્વારા આ ન્યૂઝ પેપરને નવ પેજની નોટિસ ફટકારી છે. આ નોટિસમાં જણાવાયું છે કે, ટીમ ઇન્ડિયાના તત્કાલીન મેનેજરનું સ્ટિંગ ઓપરેશન સંદિગ્ધ છે. આ આરોપ ધોનીને બદનામ કરવા માટે લગાવાયા છે.

