તમારી આંખ શા માટે વારંવાર મટકું મારે છે તેનું કારણ જાણો છો? તમારી આંખ જ્યારે મટકું મારે છે ત્યારે મગજ અન્ય શબ્દોને શોધી રહ્યું હોય છે. બે શબ્દો વચ્ચેના ગાળામાં આંખ મટકું મારીને શબ્દોને શોધવાનો પ્રયાસ કરતું હોય છે. સંશોધકોએ આંખનું મટકું મારવાના ન્યુરોલોજીકલ કારણો શોધ્યાં છે. આંખ મટકું ન મારે તો મગજ યોગ્ય શબ્દો શોધી શકતું નથી તેથી તે વ્યક્તિના ચહેરા પર ફોકસ કરે છે. મગજ અને આંખ પરસ્પર શબ્દો શોધવા સ્પર્ધા કરે છે અને મેન્ટલ રિસોર્સ શોધવા પ્રયાસ કરે છે. તેથી શબ્દો શોધવા આંખ મટકું મારે છે.
આંખ સંપર્ક ગુમાવે તેનાં અનેક કારણ
કોઈ વ્યક્તિ જ્યારે અસ્વસ્થતા અનુભવે અથવા તો તેનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય કે ભય અનુભવતો હોય ત્યારે તેની આંખો પટપટાવે છે કે આંખ મટકું મારતી હોય છે. આમ એક પળ માટે આંખનો સંપર્ક ગુમાવવાના અનેક કારણો હોય છે. અભ્યાસ સૂચવે છે કે તમારી આંખ લાગણીઓઓનો આવેશ ઠાલવવા માટે મટકું નથી મારતી પણ તમારું મગજ જ્યારે કોઈ કાર્ય માટે યોગ્ય શબ્દો શોધી શકે નહીં ત્યારે તે મટકું મારે છે. આ વખતે મગજ વ્યક્તિનું ધ્યાન તેના ચહેરા અને હાવભાવ તરફ કેન્દ્રિત કરે છે.
જટિલ કામ વેળા મગજ-આંખ વચ્ચે સ્પર્ધા
કોઈએ જટિલ કામ કરવાનું હોય છે ત્યારે મગજ અને આંખ પરસ્પર યોગ્ય શબ્દ અને મેન્ટલ રિસોર્સ શોધવા સ્પર્ધા કરે છે અને આંખ મટકું મારે છે. જપાનના ક્યોટોના સંશોધકોએ અભ્યાસમાં તારણ શોધ્યું છે કે કોઈને જ્યારે શબ્દો સાથે સંલગ્ન અઘરા શબ્દો સાથેનું કોઈ અઘરામાં અઘરું કામ સોંપવામાં આવે ત્યારે તેનો પ્રત્યુત્તર આપતાં સમય લાગે છે અને યોગ્ય શબ્દો શોધવા આંખની પાપણ પટપટાવે છે કે મટકું મારે છે. ચહેરા સાથે સંપર્ક સાધવા આંખો પ્રયાસ કરે છે. જ્યારે વ્યક્તિ પાસે કોમ્યુનિકેશન માટે યોગ્ય શબ્દો હોય ત્યારે આંખો એકીટશે તાકી રહે છે. સક્રિય અને નિષ્ક્રિય સંવાદને સંપૂર્ણ રીતે સમજવા બોલવાની પ્રક્રિયા પરસ્પર સાંકેતિક વાતચીત કરતી હોય છે આંખનો સંપર્ક શબ્દોને પકડવાની કે શોધવાની તમારી કામગીરીમાં સીધી દખલગીરી કરતી નથી પણ તે પ્રક્રિયાને જાળવવાનો પ્રયાસ કરે છે.

