૬૨મો ફિલ્મફેર એવોર્ડ મુંબઈમાં યોજાઈ ગયો. આ ફંક્શનમાં આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ છવાઈ ગઈ હતી. ‘દંગલ’ માટે આમિર ખાનને બેસ્ટ એક્ટરનો અને ડિરેક્ટર નિતેશ તિવારીને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. આ સિવાય આલિયા ભટ્ટને ‘ઉડતા પંજાબ’ માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો છે. સોનમ કપૂરને ‘નીરજા’ માટે ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ મળ્યો હતો. શાહિદ કપૂરને ‘ઉડતા પંજાબ’ તથા મનોજ બાજપાઈને ‘અલીગઢ’ માટે ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર અપાયા હતા. આ સિવાય દલજિત દુસાન્જને ‘ઉડતા પંજાબ’ માટે અને રિતિકા સિંહને ‘સાલા ખડ્ડુસ’ માટે શ્રેષ્ઠ નવોદિતનો અવોર્ડ મળ્યો હતો.
એવોર્ડ્ઝની યાદીઃ • બેસ્ટ એક્ટર (મેલ): આમિર ખાન • બેસ્ટ એક્ટર (ફિમેલ): આલિયા ભટ્ટ (ઉડતા પંજાબ) • બેસ્ટ ફિલ્મ: દંગલ • બેસ્ટ ડિરેક્ટર: નિતેશ તિવારી (દંગલ) • ફિલ્મફેર ક્રિટિક્સ એવોર્ડ ફોર બેસ્ટ ફિલ્મ: નીરજા • ફિલ્મફેર ક્રિટિક્સ એવોર્ડ (મેલ): શાહિદ કપૂર (ઉડતા પંજાબ) અને મનોજ બાજપાઈ (અલીગઢ) • ફિલ્મફેર ક્રિટિક્સ એવોર્ડ (ફિમેલ): સોનમ કપૂર (નીરજા) • બેસ્ટ એક્ટર (મેલ) ઇન શોર્ટ ફિલ્મ: મનોજ બાજપાઈ (તાંડવ) • બેસ્ટ એક્ટર (ફિમેલ) ઇન શોર્ટ ફિલ્મ: તિસ્કા ચોપરા (ચટની)

