રીતઃ એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં સમારેલા કેપ્સિકમ નાખીને એકાદ-બે મિનિટ સાંતળો. તે સહેજ નરમ પડે એટલે તેલ નીતારીને કાઢી લો. વધેલા તેલમાં અડધો ચમચો તેલ ઉમેરી રાઈ અને જીરાંનો વઘાર કરો. તે પછી તેમાં હિંગ, હળદર, મરચું, ધાણા પાઉડર અને જીરાનો પાઉડર નાખીને સાંતળો. અડધી મિનિટ પછી તેમાં તલનો ભૂકો, સીંગદાણા અને કોપરાનું છીણ ભેળવો. થોડી વાર હલાવ્યા પછી તેમાં આમલીની પેસ્ટ ઉમેરો અને મીઠું નાખી સાંતળેલા કેપ્સિકમ નાખી ખૂબ હલાવો જેથી બધો મસાલો એકરસ થઈ જાય. ત્યાર બાદ પોણો કપ પાણી રેડી ઢાંકીને પાંચ-છ મિનિટ ખદખદવા દો. જ્યારે કેપ્સિકમ એકદમ નરમ અને ગ્રેવી ઘટ્ટ થઈ જાય ત્યારે તેના પર સમારેલી કોથમીર ભભરાવો અને રોટલી કે પરોઠા સાથે સર્વ કરો.

