રાજકુમાર હીરાણીએ સંજય દત્તની બાયોપિક પર કામ શરૂ કરી દીધું છે. ફિલ્મસર્જક આ ફિલ્મને આ વરસની નાતાલે રિલીઝ કરવા ઇચ્છે છે. સંજય દત્તના પિતા એટલે કે સુનીલ દત્તનું પાત્ર પરેશ રાવલ ભજવે તેવી શક્યતા છે. ફિલ્મ પ્રોડક્શન ટીમે કહ્યું હતું કે, પરેશ રાવલ સુનીલ દત્તના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ૧૫ જાન્યુઆરીથી શરૂ થઇ ગયું છે. પરેશ ઉપરાંત આ ફિલ્મમાં વિકી કૌશલ સંજય દત્તના મિત્રનું પાત્ર ભજવશે. ફિલ્મમાં બે અભિનેત્રીઓ સોનમ કપૂર અને દિયા મિર્ઝાના નામ બોલાઇ રહ્યા છે. આ પૂર્વે આ પાત્ર માટે અક્ષય કુમાર, આમિર ખાનના નામ પણ બોલાયા હતા. અમિતાભ બચ્ચનનો પણ સુનીલ દત્તના પાત્ર માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. અમિતાભને પણ રસ પડયો હતો, પરંતુ આ પાત્ર માટે દાઢી કાઢવી પડે એમ હતી જે તેમને મંજૂર નહોતું.

