• શ્રી સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQખાતેના કાર્યક્રમો • બુધવાર તા.૧૮-૧-૧૭ સવારે ૧૦.૩૦ બહેનો સત્સંગ • શનિવાર તા.૨૧-૧-૧૭ સવારે ૧૦.૩૦ સુંદરકાંડ અને સાંજે ૭.૩૦ વાગે હનુમાન ચાલીસા • રવિવાર તા.૨૨-૧-૧૭ સવારે ૧૦.૩૦ જલારામ ભજન અને બપોરે ૧ વાગે ભોજન પ્રસાદી. સંપર્ક. 01162 661 402
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૨૨-૧-૧૭ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર ચંપાબેન વાજા અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૨૧-૧-૧૭ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૨૨-૧-૧૭ બપોરે ૩ વાગે ભજન અને સાંજે ૫ વાગે મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540.
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતેના કાર્યક્રમો • ગુરુવાર તા.૨૬-૧-૧૭ સાંજે ૬.૩૦ વાગે ભારતીય પ્રજાસત્તાક દિન – ધ્વજવંદન • શનિવાર તા.૨૮-૧-૧૭ સાંજે ૬.૩૦ વાગે વેરાયટી કલ્ચરલ શો. સંપર્ક. 01772 253 901
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતે ફાઉન્ડર્સ ડે નિમિત્તે શનિવાર તા.૨૮-૦૧-૧૭ તથા રવિવાર તા.૨૯-૦૧-૧૭ બપોરે ૩ વાગે વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય અને શાસ્ત્રીય સંગીત સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 7381 3086
• રોટરી ક્લબ નડીઆદ સમાજ સેવા અને સંશોધન ટ્રસ્ટ દ્વારા બુધવાર તા.૨૫-૧-૧૭ સાંજે ૬ વાગે વાર્ષિક દિનની ઉજવણી નિમિત્તે સ્નેહમિલન સમારંભનું નડીઆદ ખાતે આયોજન કરાયું છે.
• બ્રહ્માકુમારીઝ વર્લ્ડ સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી (યુકે) દ્વારા ‘નાઉ ઈઝ ધ અવર – અ ટાઈમ ઓફ ટ્રાન્ઝિશન’ વિષય પર પ્રવચનનું ગુરુવાર તા.૨૬-૧-૭ સાંજે ૭ થી ૮.૪૫ દરમિયાન ગ્લોબલ કો-ઓપરેશન હાઉસ, ૬૫-૬૯ પાઉન્ડ લેન, લંડન NW10 2HH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8727 3350
