કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સેલિબ્રિટીઝની હાજરી હંમેશાં ઊડીને આંખે વળગે છે. ઐશ્વર્યા રાય અને મલ્લિકા શેરાવત પછી ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર સોનમ કપૂરે કાન્સમાં છઠ્ઠી વખત હાજરી આપી છે. ૧૬મી મેએ કાન્સમાં ૩૦ વર્ષની સોનમ કપૂરે વ્હાઇટ કેપેડ અને એમ્બ્રોઇડરીવાળો ગાઉન પહેર્યો હતો અને સૌનાં મન મોહી લીધાં હતાં.
આ વખતે કાન્સમાં રણદીપ હુડ્ડા, ઐશ્વર્યા રાય અને રિચા ચડ્ડા અભિનિત ફિલ્મ ‘સરબજિત’નું પણ સ્ક્રીનિંગ યોજાયું હતું. ફિલ્મ ‘સરબજિત’ના સ્ક્રીનિંગમાં ઐશ્વર્યાએ રામી કાદીનો ડિઝાઈન કરેલો ફ્લોરલ એમ્બ્રોઇડરીવાળો ગાઉન પહેર્યો હતો અને બોલ્ડ પર્પલ લિપસ્ટિક લગાવી હતી. એશે કોઈ જ્વેલરી પહેરી ન હતી. ઐશ્વર્યા રાય બચ્ચને લગાવેલી બોલ્ડ પર્પલ લિપસ્ટિક કાન્સમાં ઘણી ચર્ચાઈ હતી. ઐશ્વર્યા સાથે રિચા ચઢ્ઢાએ પણ ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. તેણે ગોલ્ડન વર્ક વાળી સાડી પહેરી હતી.

