બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યા બાદ ૧૪મી મેએ રાત્રે મિત્રોને મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું. આ રિસેપ્શનમાં સલમાન ખાન પોતાની ગર્લફ્રેન્ડ લૂલિયા વંતુરની સાથે દેખાયો હતો અને પૂર્વપ્રેમિકા ઐશ્વર્યા રાયના સ્ટાર હસબન્ડ અભિષેક બચ્ચન સાથે સલ્લુએ લૂલિયાની ઓળખાણ પણ કરાવી હતી. આ ઉપરાંત રિસેપ્શનમાં શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત, સુસ્મિતા સેન, મહેશ ભૂપતિ અને લારા દત્તા, મીરાં કપૂર અને શાહિદ કપૂરની પણ હાજરી હતી.

