દુબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષપદેથી વીતેલા સપ્તાહે રાજીનામું આપનાર શશાંક મનોહરની આઈસીસીના પ્રથમ સ્વતંત્ર ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઇ છે. આઈસીસી કાઉન્સિલે બોર્ડ દ્વારા પ્રસ્તાવિત બંધારણીય સુધારાને મંજૂરી આપ્યા બાદ ૫૮ વર્ષીય મનોહરની પસંદગી કરાઈ છે. મનોહરનો કાર્યકાળ બે વર્ષનો હશે અને તેઓનો કાર્યકાળ તાત્કાલિક અસરથી શરૂ થઈ જશે.
મનોહરે કહ્યું હતું કે, આઈસીસી અધ્યક્ષ બનવું ગર્વની વાત છે અને હું આઈસીસીના ડાયરેક્ટરોનો આભારી છું જેમણે મારી ક્ષમતા પર ભરોસો રાખ્યો છે. હું બીસીસીઆઈના તમામ સાથીઓનો પણ આભાર માનું છું જમણે મારા કાર્યકાળમાં સાથ આપ્યો હતો.

