ન્યૂ યોર્કઃ નોર્થ ગ્રીનબેશની ઓલિવિયા ફ્રેમપોંગ ચાર વર્ષ પહેલાં પોતાના ડોક્ટરને મળી હતી. તે સમયે પ્રેગ્નેન્ટ હતી. તેને બ્લડ પ્રેશર વધેલું હતું અને ઘણી બધી બીમારીઓ હતી. ડોક્ટર્સે તેને હળવી દોડ કરવા માટે જણાવ્યું હતું. તેણે ફ્રીહોફર ટ્રેનિંગ ચેલેન્જ જોઇન કર્યું. અહીં તે હળવું રનિંગ કરતી હતી, પરંતુ તેમાં પણ તે બ્રેક લઇ લેતી હતી. જોકે તેનાથી એના સ્વાસ્થ્યમાં સુધારો પણ થયો. તે એનાથી ઘણી પ્રભાવિત થઇ. અમુક સમય બાદ તે જોડિયા બાળકોની માતા બની. તેના એક વર્ષ બાદ તેણે પાંચ કિમી રનિંગ કરવાનું શરૂ કરી દીધું. અત્યારે તે પાંચ કિમીની ૨૬ રેસમાં ભાગ લઇ ચૂકી છે. ૧૦ કિમીની ૩૪ રેસ અને ૧૫ કિમીની એક રેસમાં તે ભાગ લઇ ચૂકી છે.
નવ હાઉ મેરેથોન તથા ન્યૂ યોર્ક સિટી મેરેથોન પૂરી કરી ચૂકી છે. ઓલિવિયા જણાવે છે કે, ડોક્ટર્સે મને રનિંગ કરવા માટે જણાવ્યું તો મને શરૂઆતમાં ખૂબ તકલીફ પડતી હતી. મને વચ્ચે વચ્ચે બ્રેક લેવો પડતો હતો, પરંતુ અત્યારે તો પાંચ કિમીની રનિંગ મારું વોર્મઅપ છે. અત્યારે મારું લક્ષ્ય વર્ષે એક અઠવાડિયામાં યોજાનારી ન્યૂ યોર્ક સિટી મેરેથોન અને શિકાગો મેરેથોનમાં ભાગ લેવાનું છે. ઓલિવિયાએ જણાવ્યું હતું કે, અત્યારે લોકો તેના પતિને રોકીને પૂછે છે કે હું કઇ ઇવેન્ટમાં ભાગ લેવાની છું. ઓલિવિયા આફ્રિકન-અમેરિકન કમ્યુનિટીમાંથી છે. તેણે જણાવ્યું હતું કે, મહિલાઓને હૃદય સંબંધિત તથા સ્ટ્રોકની ઘણી સમસ્યાઓ હોય છે. હું સમાજસેવી છું એટલા માટે મેં નિર્ણય લીધો છે કે હું પોતાની કમ્યુનિટીની મહિલાઓને રનિંગ માટે જાગૃત કરું . એટલા માટે મેં અહીં સંચાલિત બ્લેક ગર્લ્સ રન ગ્રૂપ જોઇન કર્યું છે. ગ્રૂપનું અમારી કમ્યુનિટીની મહિલાઓ સંચાલન કરે છે. ન્યૂ યોર્કમાં ગ્રૂપમાં ૩૦-૩૫ મહિલા રનર છે. ગ્રૂપ મહિલાઓને જાડાપણા અંગે જણાવે છે અને તેના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરે છે. અત્યારે અમે મહિલાઓને સવારે જગાડવાની સાથે સાથે તેમને રનિંગની આદત પણ પાડીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે મહિલાઓ પોતાની ફિટનેસ માટે જાગૃત રહે. ઓલિવિયાને ૨૦૦૯માં બનેલા ગ્રૂપની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે.
તેનું પોતાનું ફેસબુક પેજ છે. ગ્રૂપના ૭૦ શહેરોમાં લગભગ ૬૫ હજાર રનર છે. ગ્રૂપની સભ્ય અને બ્રેસ્ટ કેન્સર સરવાઇવર કિમ વિલિયમ્સે જણાવ્યું હતું કે, તેના સહયોગથી મને પોતાની બીમારી સામે લડવામાં મદદ મળી હતી.

