• હિન્દુ ફોરમ ઓફ બ્રિટન અને કર્મયોગ ફાઉન્ડેશન દ્વારા બુધવાર તા.૨૬ ઓક્ટોબરે સાંજે ૪ વાગે ૧૫મા દિવાળી સેલિબ્રેશનનું હાઉસ ઓફ કોમન્સ ખાતે આયોજન કરાયું છે. બોબ બ્લેકમેન MP, લોર્ડ ધોળકિયા, વીરેન્દ્ર શર્મા MP, કેરોલિન લુકાસ MP, નાઈજેલ ડોડ્સ MP અને એન્ગસ રોબર્ટસન MP આ કાર્યક્રમના યજમાન છે. આ કાર્યક્રમ માત્ર આમંત્રિત વ્યક્તિઓ માટે જ છે.
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા. ૨૩-૧૦-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર મુકેશભાઈ પટેલની પુત્રીઓ ગોપીબેન, ઉમાબેન અને નેહલબેન તથા પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310
• ભવન સેન્ટર – ભારતીય વિદ્યા ભવન, 4 a, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતેના કાર્યક્રમો • જમ્મુ-કાશ્મીર ફેસ્ટિવલ શનિવાર તા.૨૨ અને રવિવાર તા.૨૩ સવારે ૧૧થી બપોરે ૩ • શનિ. તા.૨૨ બપોરે ૧૨.૩૦ કેકા સિંહાનું કથક દ્વારા અભિનય વિશે લેક્ચર અને ડેમોન્સ્ટ્રેશન • રવિ. તા.૨૩-૧૦-૧૬ સાંજે ૬ વાગે ભરતનાટ્યમ વર્કશોપ અને સીતા નંદકુમાર દ્વારા ભરતનાટ્યમ નૃત્ય સંપર્ક. 020 7381 3086
• શ્રી ભારતીય મંડળ, ટેમીસાઈડ દ્વારા રવિવાર તા.૨૩-૧૦-૧૬ સવારે ૧૧ વાગે ગાયત્રી હવનનું અંબાજી મંદિર, ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર, યુનિયન રોડ, એશ્ટન-યુ-લેન, OL6 8JN ખાતે આયોજન કરાયું છે. હવન બાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક ઈન્દુબેન પોપટ 01613 038 795.
• એશિયન મ્યુઝિક સર્કીટ દ્વારા કવ્વાલી ગાયકો નિઝામી અને નિયાઝી બ્રધર્સ તથા ગઝલ ગાયક ઈમરાન ખાનના કાર્યક્રમ ‘સુફીઆના વીથ કવ્વાલી એન્ડ ગઝલ’નું સોમવાર તા.૨૪-૧૦-૧૬ સાંજે ૭.૩૦ વાગે કેડોગન હોલ, સ્લોએન ટેરેસ, લંડન SW1X 9DQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 7730 4500
