સામગ્રીઃ પનીર – ૧ લીટર દૂધનું • માવો - ૧૦૦ ગ્રામ • કોપરાનું છીણ – ૨૦૦ ગ્રામ • દળેલી ખાંડ – ૧૦ ટેબલ સ્પૂન • એલચીનો ભૂકો - અડધી સ્પૂન • કેસરનો તાંતણા અથવા ૩ ટીપાં કેસર એસેન્સ • લાલ રંગ – અડધી ટી સ્પૂન • ઓરેન્જ કે પીળો રંગ - જરૂરત અનુસાર
રીતઃ દૂધનું તાજું પનીર બનાવો. એક પેનમાં પનીરને એકદમ મસળીને તેમાં ચાર ટેબલ સ્પૂન ખાંડ નાખો. મિશ્રણને ગરમ કરવા મૂકો. ઉકળે એટલે બે મિનિટ રહેવા દઈને ઉતારી લો. કોપરાની છીણને અલગથી શેકી લો. તેમાંથી એક વાટકી છીણ અલગ કાઢી લો. બાકીનું છીણ પનીરના માવામાં મિક્સ કરો. કેસર તથા એલચી નાખીને બરાબર મિકસ કરો. મિશ્રણ જરા ઠંડું પડ્યા પછી તેના લાડુ વાળી લો. બાકી રહેલા કોપરાની છીણમાં કોઈ પણ રંગ નાખીને તેમાં રગદોળો અને પેપર કપમાં મૂકી પીરસો.

