કોલંબોઃ શ્રીલંકાના ટોચના ઓફ સ્પિનર રંગના હેરથે ટેસ્ટ ક્રિકેટને વધુ સમય ફાળવી શકાય તે માટે વન-ડે અને ટી૨૦ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. રંગના હેરથે કહ્યું હતું કે, આગામી આઠ મહિનામાં શ્રીલંકાને ૧૨ ટેસ્ટ મેચ રવાની છે. તેથી સીમિત ઓવરોમાંથી નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. આ ઉપરાંત દેશના યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળશે અને આગામી વર્લ્ડ કપ સુધીમાં તેઓ ટીમમાં પોતાનું મજબૂત કરી શકશે. ૨૮ વર્ષના રંગના હેરથે ૭૧ વનડેમાં ૭૪ વિકેટ ઝડપી છે. જ્યારે ૧૭ ટી૨૦માંથી ૧૮ વિકેટ ઝડપી છે.

